ઇનામી લૂંટારૂઓને બિહાર અને મધ્યપ્રદેશથી દબોચતી પોલીસ

રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ…

રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન. મોરી, બી.સી. મીયાત્રા તથા સ્ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂૂરી વર્કઆઉટ, હ્યુમનસોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ કરી રહેલ હતા.
દરમ્યાન સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી નાઓને મળેલ બાતમી હકિકત મુજબ રૂૂ.8.000/- ના ઇનામી મોરબી જિલ્લાના ટંકારા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.58/09 ઇ.પી.કો.ક.395, 397, 120બી, વિ. મુજબના અતી ચકચારી એસ.ટી.બસમાં બેઠેલ આંગળીયા કર્મચારીઓના અંદાજે એક કરોડ જેટલા મુદ્દામાલના થેલાઓની લુંટ કરેલ હતી જે ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસતા-ફરતા અને તાજીયા ગેંગના સાગ્રીત આરોપી – રૂૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ સ/ઓ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ રાજપુત મુળ રહે.રામચુહા, પોસ્ટ સંભુગંજ જિ.બાકા (બિહાર) વાળાને ગામ સીગારપુર થાના- ખેરા જી.જમુઇ બીહાર ખાતેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂૂ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

તેમજ રૂૂ.10,000/- ના ઇનામી જામનગર જિલ્લાના પંચકોષી બી.ડિવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.112/21 ઇ.પી.કો.4.395, 397, 120બી. વિ. મુજબના વાડીમાં સુતેલા ફરીયાદી તથા સાહેદોને માર મારી રોકડ- દાગીના તથા અન્ય વસ્તુઓ મળી અંદાજે સાડા આઠ લાખના મુદ્દામાલની લુંટ કરેલ હતી જે ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા આરોપી – ભુવાનસીંગ રાયસીંગ વસુનીયા રહે. પીપલવા પો.સ્ટે. ટાન્ડા તા.કુકસી જી.ધાર (મધ્ય પ્રદેશ) વાળાને દાહોદ હાઇ-વે રાબડાલ બસસ્ટેશન નજીકથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂૂ જામનગર જિલ્લાના પંચકોષી બી.ડિવી. પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા ઘટતી કાર્યવાહી કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર આર.એચ.બાર, પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા તથા એ.એસ.આઇ. સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, સંદિપસિંહ રાઠોડ હેડકોન્સ. રશીકભાઇ પટેલ, ધર્મેન્દ્રસિહ વાઘેલા, દિલીપસિંહ સિંધવ, પો.કોન્સ મીતેશભાઇ પટેલ કમલેશભાઇ રબારી તથા દિનેશભાઇ ગઢવી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *