જસદણ-વિંછીયા યુવક કોંગ્રેસના એક હોદ્દેદાર વિરુદ્ધ ફેસબુક પર અપશબ્દો અને માનહાનિકારક પોસ્ટ કરવા બદલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયાના યુગમાં વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને રાજકીય નેતાઓ વિરુદ્ધ બિભત્સ લખાણ કરનારા સામે પોલીસે લાલ આંખ કરી હતી.
મળતી વિગતો મુજબ જસદણ યુવક કોંગ્રસના મહામંત્રી વિપુલ ઝાપડીયાએ ફેસબુક આઈડી પરથી એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. આ મામલે જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ જે.પી. ગોસાઈ દ્વારા તપાસ કરવામાં આવતા આ ફેસબુક પ્રોફાઈલ પર ધારકનો પરિચય પ્રમુખ શ્રી જસદણ વિંછીયા વિધાનસભા યુવક કોંગ્રેસ’ અને ’રાજકોટ જિલ્લા કોંગ્રેસ મંત્રી’ તરીકે આપવામાં આવ્યો હતો. વિપુલ ઝાપડીયાએ પોતાની ફેસબુક વોલ પર રાજકીય કિન્નાખોરી અને ટિકિટ મેળવવાના સંદર્ભમાં અત્યંત વાંધાજનક લખાણ કર્યું હતું. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે જસદણ કોંગ્રેસના બે નેતુડીઓ ગુજરાત સરકારના મંત્રીના ભાગીદાર એવા મને ટિકીટ ના મળે એટલા માટે મરણીયા પ્રયાસ કરવા લાગ્યા છે. ટિકીટનું પપુડું વાળી….એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી આ પોસ્ટમાં નેતાઓ વિરુદ્ધ બિભત્સ ગાળો અને અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે સમાજમાં લોકોના માનસ પર વિપરીત અસર ઉભી કરે અને વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તે પ્રકારનું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ જાણીજોઈને સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ વાઈરલ કરી છે જેથી અન્યની આબરૂૂને ઠેસ પહોંચે. આ સંદર્ભે 5 એપ્રિલ 2026ના રોજ જસદણ પોલીસ સ્ટેશનમાં વિપુલ ઝાપડીયા (રહે. ગામ કોઠી, તા. જસદણ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ 356(2): માનહાનિ અને આબરૂૂને હાનિ પહોંચાડવા બદલ. માહિતી ટેકનોલોજી (ઈંઝ) એક્ટની કલમ 67: ઈલેક્ટ્રોનિક માધ્યમથી અશ્ર્લીલ સામગ્રી પ્રસિદ્ધ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી.ગોસાઈને સોંપવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર અરાજકતા ફેલાવનારા કે અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારાઓ સામે કડક પગલાં લેવાનું ચાલુ રહેશે.
