યાદવનગરમાં 17 વર્ષની કિશોરીનું તાવથી મોત

કિશોરીને બે દિવસથી તાવ આવતો હતો કોઠારીયા રોડ પર આવેલ યાદવનગરમાં રહેતી 17 વર્ષીય માધવી મહેશભાઈ ડાંગરને બે દિવસ તાવ આવ્યા બાદ મોત નીપજ્યું હતું.…

કિશોરીને બે દિવસથી તાવ આવતો હતો

કોઠારીયા રોડ પર આવેલ યાદવનગરમાં રહેતી 17 વર્ષીય માધવી મહેશભાઈ ડાંગરને બે દિવસ તાવ આવ્યા બાદ મોત નીપજ્યું હતું. આજે વહેલી સવારે ત્યાં અચાનક બેભાન થઈ ગઈ હતી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, માધવી સવારે 5 વાગ્યે પોતે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કરી હતી.પોલીસે જણાવ્યું કે, માધવીના પિતા રિક્ષા ચલાવે છે. માધવી 1 ભાઈ અને 2 બહેનમાં નાની હતી.તેને અગાઉ વા ની તકલીફ હતી. પણ છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. જેની દવા પણ ચાલુ હતી. પણ આજે અચાનક બેભાન થઈ ગઈ હતી અને દમ તોડી દીધો હતી. સગીર દીકરીના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *