અમદાવાદમાં ગેસ સિલિન્ડર ફાટતા પાંચ લોકો દાઝયા

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ…

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે મકાનમાં મોટું નુકસાન થયું છે. ધડાકો એટલો જોરદાર હતો કે, આજુબાજુના બે મકાનના પણ બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે આ ઘટના બની હતી. જેના કારણે પાંચ લોકો ઘવાયા હતાં. ઈજાગ્રસ્તોમાં રાજુભાઈ (ઉં.વ.35), હીરાભાઈ (ઉં.વ.45), મણિલાલ (ઉં.વ.46), સોહનભાઈ (ઉં.વ.50)નો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂૂમને વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ લીકેજ થયો છે, જેથી ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા, ત્યારે મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયેલો જોવા મળ્યો હતો. ઘરના સામાન અને ગાદલામાં આગ લાગેલી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી.

ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આગ લાગેલી જોવા મળી હતી. નાની ઓરડી જેવું મકાન હતું, જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને મકાનના પોપડા ઉખડી ગયા હતાં. આજુબાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતાં. એટલો જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો પણ બહાર દોડી આવ્યા હતા.

મકાનમાં પાંચેક જેટલા લોકો રહેતા હતા, જે બ્લાસ્ટ થવાના કારણે દાઝી ગયા હતા અને તરત જ દોડીને બહાર આવ્યા હતાં. સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવતા ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યારે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ત્યારે 108 એમ્બ્યુલન્સ દ્વારા પાંચ જેટલા દાઝેલા લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો, ત્યારે ઘરમાં સૂતેલા લોકો દોડીને બહાર આવ્યા હતા અને તેમને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *