પૈસાની ઉઘરાણીમાં બે શખ્સોનો એકબીજા પર પેટ્રોલ છાંટી સળગવાનો પ્રયાસ

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ડીમાર્ટ સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૈસાની ઉઘરાણી બાબતે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું.મોરબી રોડ…

રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ડીમાર્ટ સામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૈસાની ઉઘરાણી બાબતે થયેલા ઝઘડાએ મોટું સ્વરૂૂપ ધારણ કર્યું હતું.મોરબી રોડ પર ફિલ્ડમાર્શલની વાડી નજીક સંગીતા સોસાયટી-2 માં રહેતા 30 વર્ષીય સુનિલભાઈ પ્રવીણભાઈ અને કોઠારીયા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય જયદીપ દિનેશભાઈ વચ્ચે સાંજના 6:00 વાગ્યાના અરસામાં ફર્નિચરના એક શોરૂૂમમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો હતો કે સુનિલભાઈએ ઉશ્કેરાઈ જઈને પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું અને સાથે જ સામે ઉભેલા જયદીપ પર પણ પેટ્રોલ ફેંકી આગ ચાંપી દેવાનો પ્રયાસ કર્યો હતો.

આ ભયાનક ઘટનામાં બંને યુવકો શરીરના ભાગે સામાન્ય દાઝી ગયા હતા.જેના કારણે તેઓને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગતો મુજબ, ગઈકાલે જ્યારે સુનિલ ગોંડલ હતો ત્યારે જયદીપે તેને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ બંનેની મુલાકાત દરમિયાન આ કાંડ સર્જાયો હતો. સદનસીબે બંનેની ઈજાઓ ગંભીર ન હોવાથી પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી તેઓને રજા આપી દેવામાં આવી હતી. હાલ આ મામલે સ્થાનિક પોલીસે પૈસાની ઉઘરાણીના વિવાદને કેન્દ્રમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *