મહાત્મા ગાંધી સાથે જોડાયેલ સંસ્થાના પ્રાંગણમાં પાણીના પ્લાન્ટમાં આચરાયેલો પાપાચાર
રાજકોટની પ્રખર ગાંધીવાદી સંસ્થાના પ્રાગણમાં જ સગીર વયના ત્રણ કિશોરો ઉપર બે શખ્સોએ અવારનલાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી પવિત્ર સંસ્થાને અભડાવી હોવાની ઘટના બહાર આવતાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. આ ઘૃણાસ્પદ ઘટનાનાં કેટલાક વીડિયો પં વાયરલ થયા છે. જેમાં બે મનોવિકૃત શખ્સોની હરકતો કેદ થયેલી નજરે પડે છે. સગીરોના વાલીઓ સુધી આ વીડિયો પહોંચતાં અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે અને આ અંગે પોલીસમાં અરજી થતાં મુખ્યમંત્રીની વિદાય બાદ ગુનો દાખલ થવાની શકયતા છે.
ગાંધીજીએ રજવાડાઓ સામે જે સ્થળે ઉપવાસ કર્યા હતાં તે જ પવિત્ર સ્થળ રાષ્ટ્રીય શાળાના પાણીના પ્લાન્ટમાં વિકૃતિમાં આ ખેલ ખેલાયો હોવાનું જાણવા મળે છે.
આ સમગ્ર ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ભોમેશ્ર્વર, યાજ્ઞીક રોડ અને કિશાનપરા ચોક નજીક રહેતા અને મજુરીકામ કરી પરિવારને પેટીયુ રળવામાં મદદ કરતાં 15 વર્ષના બે અને 17 વર્ષના એક મળી ત્રણ ગરીબ સગીરોને ખાવા પીવાની લાલચ આપી બે નરાધમોએ ત્રણેય સગીરો ઉપર અવારનવાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની પોલીસમાં અરજી થઈ છે.
ભોગ બનનાર સગીરોના પરિવારજનોના કહેવા મુજબ ત્રણેય સગીરોને રાષ્ટ્રીય શાળાના પાણીના પ્લાન્ટના રૂમમાં બોલાવી બે શખ્સોએ અવારનવાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી હવશ સંતોષી હતી અને આ હિન કૃત્યના અનેક વીડિયો પણ ઉતાર્યા હતા. આ વીડિયો સગીરોના પરિવારજનો સુધી પહોંચતાં પાપલીલાનો ભાંડો ફુટયો હતો.
વીડિયો જોઈને ચોંકી ઉઠેલા ત્રણેય સગીરોના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ત્રણેય સગીરોના નામે યાજ્ઞીક રોડ ઉપર સ્પોર્ટસનો મોટો શોરૂમ ધરાવતા અને રાષ્ટ્રીય શાળાના પાણીના પ્લાન્ટ વાળા રૂમમાં જ રહેતા એક શખ્સ સામે પોલીસને અરજી આપવામાં આવી છે ત્યારે આજે મુખ્યમંત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત રહેલી પોલીસ મુખ્યમંત્રીની વિદાય બાદ ગમે ત્યારે ગુનો નોંધે તેવી શકયતા છે.
પોલીસ અરજીમાં આક્ષેપ કરાયો છે કે, ત્રણેય સગીરો ઉપર પાણીના પ્લાન્ટ રૂમમાં બન્ને શખ્સો દ્વારા વારંવાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય અનેક શ્રમિક બાળકોની મજબુરીનો લાભ લઈ બન્ને શખ્સોએ પોતાની હવશ સંતોષી હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
અરજીમાં જણાવ્યું છે કે, ભોગ બનનાર ત્રણ સગીરો એક આરોપી સાથે પાણીના જગ ભરવાનું છુટક મજુરી કામ કરે છે અને તેના દ્વ%B
