જેતપુરમાં પ્રેમ પ્રકરણમાં મહિલાનું અપહરણ, છ આરોપીઓ ઝડપાયા

જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલાનું ફિલ્મી ઢબે અપહરણ થવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. જોકે, જેતપુર સીટી પોલીસે સમયસૂચકતા વાપરી ગણતરીના કલાકોમાં જ…

જેતપુરના બોખલા દરવાજા વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલાનું ફિલ્મી ઢબે અપહરણ થવાની ઘટનાએ ચકચાર મચાવી હતી. જોકે, જેતપુર સીટી પોલીસે સમયસૂચકતા વાપરી ગણતરીના કલાકોમાં જ જૂનાગઢથી છ આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનાર મહિલાને હેમખેમ છોડાવી લીધી છે.

ઘટનાની વિગતો મુજબ, જેતપુરના હનીફભાઇ ગરાણાનો પુત્ર અબ્દુલ કાદીર ઉર્ફે અબુ અને મેંદરડાની મુસ્કાન રફાઇ વચ્ચે પ્રેમ સંબંધ હતો. અબુ મુસ્કાનને ક્યાંક લઈ ગયો હોવાની શંકા રાખી મુસ્કાનના પરિવારજનો રોષે ભરાયા હતા. વહેલી સવારે છ વાગ્યાની આસપાસ આરોપીઓએ હનીફભાઇના ઘરે જઈ ધમકી આપી હતી કે, “જો અમારી દીકરી નહીં મળે તો તારા દીકરાને જીવતો નહીં રહેવા દઈએ.” આરોપીઓએ હનીફભાઇની પુત્રી સીમરાનાબેનના ઘરે જઈને પણ આ જ પ્રકારે આતંક મચાવ્યો હતો.

સવારે આશરે 10:30 વાગ્યે હનીફભાઇ અને તેમના પરિવારના સભ્ય મુમતાજબેન વોરા સમાજની વાડીમાં રસોડાનું કામ કરી રહ્યા હતા. તે સમયે સ્થાનિક આરોપી સમીર બાદશાહની મદદથી અન્ય પાંચ આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા. આરોપી હિના ચૌહાણે મુમતાજબેનને લાફા મારી “તું કોઈની છોકરીને ભગાડી જશ?” તેમ કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓ મુમતાજબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી ગયા હતા.

ઘટનાની ગંભીરતા જોતા રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ એક્શનમાં આવી હતી. પી.આઈ. એ.ડી. પરમારની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂૂ કરી હતી. તપાસમાં લોકેશન જૂનાગઢનું આવતા, જેતપુર પોલીસે રાજકોટ ગ્રામ્ય કઈઇ અને જૂનાગઢ પોલીસની મદદ લઈ ઓપરેશન પાર પાડ્યું હતું.પોલીસે ગણતરીના કલાકોમાં જ નીચે મુજબના છ આરોપીઓને દબોચી લીધા જેમાં અરબાજ નાસીરભાઇ રફાઇ (મેંદરડા),સોનાબેન નાસીરભાઇ રફાઇ (મેંદરડા),નાજીમ નાસીરભાઇ રફાઇ (મેંદરડા),હિનાબેન જાહિદભાઇ ચૌહાણ (ગડુ, તા. માળીયા હાટીના),રૂૂકશારબેન મુસ્તાકભાઇ મુરીમા (મેંદરડા),સમીર ઉર્ફે બાદશાહ ઇશુભાઇ સીરમાન (જેતપુર)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ભોગ બનનાર મુમતાજબેનને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

આ કામગીરી કરનાર રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા તથા તેની ટીમ તથા જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર તથા જુનાગઢ જીલ્લા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેની ટીમ તથા જુનાગઢ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેની ટીમ તથા જેતપુર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.બી.જાડેજા તથા એ.એસ.આઇ. મિલનસિંહ ડોડીયા તથા રવજીભાઇ હાપલીયા તથા જશુબેન સિંઘલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ અમીતભાઈ સિધ્ધપરા તથા વિરેન્દ્રસિંહ રાઠોડ તથા મચ્છાભાઇ ચીરોડીયા તથા લાખુભા રાઠોડ તથા ભગીરથસિંહ જાડેજા તથા પ્રદિપભાઇ આગરીયાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *