જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમય થી મંજૂરી વગર ના બાંધકામો સામે ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં આજે વધુ એક ત્રણ માળ ની ઇમારત નું મંજૂરી વગર નું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.
જામનગર માં આજે સાવારે એક જમાતખાના નું બાંધકામ તોડી પાડ્યા પછી બપોરે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમ શહેર ના બર્ધન ચોક વિસ્તારતમાં પહોંચી હતી. અને અહીં આશરે 1000 ફૂટ જગ્યા માં ત્રણ માળ ની ઇમારત માં દુકાનો નુ બાંધકામ કરવમાં આવ્યું હતું.જેની પરવાનગી લેવામાં આવી નહીં હોવાથી આ ગેરકાયદે બાંધકામ ને તોડી પાડવામાં આવ્યું હતું. અને જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. આ કામગીરી મ્યુનિ. કમિશ્નર ડી એન મોદી ની સૂચના થી એસ્ટેટ વિભાગ ના અધિકારી અનવર ગજણ અને તેની ટીમ ની રાહબારી હેઠળ કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં ગઈકાલે વહેલી સવારે બચુનગરમાં ડિમોલેશન હાથ ધરાયું હતું, અને સરકારી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી, ત્યારબાદ દરબારગઢ વિસ્તારમાં પણ એક ઈમારતનું બિનઅધિકૃત બાંધકામ તોડી પાડવા માટેની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી, જે ડિમોલેશન ની પ્રક્રિયા ગઈકાલે સતત ચાલુ રહી હતી, અને મોડી સાંજે ગુલાબ નગર વિસ્તારમાં પણ આ અભિયાન ચાલુ રહ્યું હતું.
ગુલાબ નગર વિસ્તારમાં પોલીસ ચોકીની બાજુમાં જ એક ધાર્મિક સ્થળ, કે જે તાજીયા રાખવા માટેનું ઇમામ ખાનનું બનાવાયું હતું, તે મહાનગરપાલિકાની જગ્યામાં ઉભું થયું હોવાનું જાણવા મળતાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી ગઈ કાલે મોડી સાંજે જેસીબી ટ્રેક્ટર સહિતની મશીનરી સાથે પહોંચી ગઈ હતી, અને ઉપરોક્ત સ્થળે ડિમોલેશન કાર્ય હાથ ધરીને ત્યાં પણ બિનઅધિકૃત દબાણ દૂર કરીને રાત્રિ સુધીમાં સરકારી જગ્યા ને ખુલ્લી કરાવી લેવામાં આવી હતી.
આમ મહાનગરપાલિકા માટે ગઈકાલના સમગ્ર દિવસ ડિમોલેશનનો જ રહ્યો હતો, અને વહેલી સવારે 8 00 વાગ્યા થી લઈને રાત્રિ સુધી કાર્ય ચાલુ રખાયું હતું, અને ત્રણ સ્થળેથી દબાણો દૂર કરવા માટે એસ્ટેટ વિભાગની જુદી જુદી ટુકડીઓ સતત દોડતી રહી હતી.
