બોડિયા ગેંગના લીડરને પકડવા એલસીબીનું ડુંગરાળ વિસ્તારમાં ઓપરેશન

45થી વધુ ગુનામાં સંડોવાયેલા રણજીત ઉર્ફે બોડિયાએ ગેંગ બનાવી 93થી વધુ ગુનાને અંજામ આપ્યો, ગેંગના લીડર સહિત 12ની ધરપકડ, હજુ ચાર સભ્યો ફરાર રાજકોટ સહીત…

45થી વધુ ગુનામાં સંડોવાયેલા રણજીત ઉર્ફે બોડિયાએ ગેંગ બનાવી 93થી વધુ ગુનાને અંજામ આપ્યો, ગેંગના લીડર સહિત 12ની ધરપકડ, હજુ ચાર સભ્યો ફરાર

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આંતક મચાવનાર રણજીત ઉર્ફે બોડીયાએ ગેંગના બનાવી તેમાં 19 સભ્યોને સામેલ કર્યા હતા. સંગઠીત થઇ પૂર્વ આયોજીત કાવતરૂૂ કરી રણજીત ઉર્ફે બોડીયાની આગેવાની હેઠળ સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી એકબીજાના સંકલનમા રહી છેલ્લા દસ વર્ષમાં સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભુમિ દ્રારકા, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં મિલકત સંબંધી તથા શરીર સબંધી તેમજ દુષ્કર્મ અને લુંટ સહિતના ગંભીર પ્રકારના ગુના પોતાના આર્થિક લાભ સારૂૂ આચરી ભયનુ વાતાવરણ ઉભુ કરી પોતાની ટોળકીની ગુનાહિત પ્રવૃતિ આચરતી હોય આ ગેગના 19 સભ્યોના રેકર્ડ આધારે વિગતવારની દરખાસ્ત તૈયાર કરી વિંછીયા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ-2015 (ગુજસીટોક) હેઠળ ગુનો નોધ્યો હતો.

જેમાં વલ્લભીપુરના નવાણીયાના ભરત ઉર્ફે પથુ મનુભાઇ વાઘેલા, ગેંગના ભયલુ મનુભાઇ વાઘેલા, ઉમરાળાના મનજી ઉર્ફે બાટલી પરસોતમભાઇ ડાભી, લાખણકાના વિપુલ બચુભાઇ વણોદીયા, મોખડકાના અશોક લાભુભાઇ સોલંકી, પાલીતાણાના જગદીશ ઉર્ફે કાળીયો ઉર્ફે ગગુડીયો પોપટભાઇ ચૌહાણ, ભરત ઉર્ફે બોડીયો ગંભીરભાઇ પરમાર, ચોટીલાના રાજુ ઉર્ફે ભાણો ઉર્ફે રાજેશ મંગાભાઇ પરમાર, ઠેબા ગામના નરેશ મગનભાઇ કારડીયા, પાલીતાણાના અજીત ઉર્ફે ટીહલો પુનાભાઇ વાઘેલા અને હીરા ઉર્ફે નાનો સાથળીયા અર્જુન વધેલાની ધરપકડ કરી હતી.

જયારે ગેગના ભરત ઉર્ફે પથુ મનુભાઇ વાઘેલા, મુકેશ ઉર્ફે ભોપો ઉર્ફે ભગો ઉર્ફે કામલી રમેશભાઇ સોલંકી, મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ વાઘેલા, દિનેશ ધીરૂૂભાઇ વાઘેલાનો જેલ માંથી કબજો લેવાયો હતો. ગેંગનો લીડર પાલીતાણાના રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજીભાઇ પરમાર, સંજય ઉર્ફે સી.જે. મનુભાઇ વાઘેલા, અજય ઉર્ફે બોડીયો જેન્તીભાઇ ઝાપડીયા, સંજય બાવકુભાઇ ઉર્ફે બાબુભાઇ સોલંકી ફરાર હોય તેની ધરપકડ માટે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂૂ કરી હતી તે દરમિયાન (ગેંગ લીડર) રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજીભાઇ પરમાર ભાવનગર વાળાને અંતરીયાળ, ડુંગરાળ સીમ વિસ્તારમાં આશરો મેળવી છુપાયો હોવાની બાતમીને આધારે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે ખેત મજુરોનો સ્વાંગ રચી ટ્રકટર અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ગેંગ લીડર રણજીત ઉર્ફે બોડીયો ઉર્ફે રણીયો રામજીભાઇ પરમારને અંતરીયાળ ડુંગરાળ સીમ વિસ્તાર માંથી પકડી પાડી કોર્ટમાં રજુ કરી 7 દિવસના પોલીસ કસ્ટડીના રીમાંડ મેળવી વધુ તપાસ શરુ કરી છે.

રાજકોટ રેંજના નવનિયુક્ત આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજય સિંહ ગુર્જરના સુચના અન્વયે ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઈ કે.એમ.ચાવડા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, પીએસઆઈ આર.વી.ભીમાણી, પીએસઆઈ પી.એન.ભરવાડ સાથે સ્ટાફના ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી, પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઇ બાવળીયા, રસીકભાઇ જમોડ, રણજીતભાઇ બોરડ તથા મેટોડા પીએસઆઈ એન.બી.ઝાલા તથા વિંછીયાના સંજયકુમાર નિરંજની વિગેરે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *