બપોરની રસોઈના સમયે જ ગેસ પુરવઠો ઠપ થઈ જતાં દેકારો
રાજકોટમાં એલ.પી.જી.ના સિલિન્ડરની તંગી વચ્ચે આજે બપોરે રસોઈ કરવાના સમયે જ વોર્ડ નં.13માં જીપીએસસીની ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ પડતા આ વિસ્તારમાં અનેક ઘરોમાં ચુલા સળગ્યા ન હતાં. પરિણામે લોકોમાં દેકારો મચીજવા પામ્યો હતો.
જાણવા મળ્યા મુજબ ગઈકાલના વરસાદ બાદ આજે વોર્ડ નં.13માં વોર્ડ ઓફિસની સામે જ અચાનક પ્રેસની લાઈન લિકેજ થતાં આ વિસ્તારની આઠ સોસાયટીમાં ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે અનેક ઘરોમાં ગેસના ચુલા સળગ્યા ન હતાં.
ગઈકાલે વાવાઝોડા દરમિયાન વોર્ડ નં.13ની વોર્ડ ઓફિસ સામે વૃક્ષ અને વીજપોલ તુટી પડતાં જમીનમાં દાટેલી ગેસની પાઈપ લાઈન તુટી ગઈ હતી અને ગેસ લીકેજ થઈ ગયો હતો.
