મિત્ર દેશો માટે હોર્મુઝ સામુદ્ર ધુની સદાય ખુલ્લી છે: ઇરાનની ખાતરી

વીસમા દિવસમાં પ્રવેશતા ખાડી યુધ્ધ વચ્ચે ઇરાની નાયબ વડાએ કહ્યું, સિઝ ફાયર થશે નહીં ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં…

વીસમા દિવસમાં પ્રવેશતા ખાડી યુધ્ધ વચ્ચે ઇરાની નાયબ વડાએ કહ્યું, સિઝ ફાયર થશે નહીં

ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બુધવારે આ યુદ્ધને 19 દિવસ પૂરા થયા છે. ઈરાનમાં જ્યાં ઈઝરાયેલ અને અમેરિકાની મિસાઈલ અને હથિયારો મોત વરસાવી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોત થવા છતાં ઈરાન ઝૂકવાના મૂડમાં નથી, ભલે તેના અનેક મોટા નેતાઓ યુદ્ધમાં હોમાઈ ગયા હોય.

ઈરાન સતત અમેરિકા અને ઈઝરાયેલના સહયોગીઓ પર મિસાઈલોથી હુમલાઓ કરી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના ’મિશન ટુ ઈન્ડિયા’ના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જાવેદ હુસૈનીએ સહયોગી ચેનલ ઠઈંઘગના ’ઠજ્ઞહિમ ઙીહતય’ કાર્યક્રમમાં હાજરી આપી. અહીં તેમણે અનેક મહત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે.

હુસૈનીએ કહ્યું કે, ’અમે હંમેશા ડિપ્લોમેસીમાં વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ આ હુમલાઓ બતાવે છે કે તે લોકો ઈરાન સાથે શાંતિ ઈચ્છતા જ નથી. આ યુદ્ધ ઈરાનના લોકો પર થોપવામાં આવ્યું છે. અમે અમારા દેશ અને લોકોની રક્ષા કરીશું.’ તેમણે કહ્યું કે, ’અમે પોતાની રક્ષા કરવાનો રસ્તો પસંદ કર્યો છે અને અમે તેને ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી સામે પક્ષ આ વાત સમજી ન જાય.’ હુસૈનીએ વધુમાં કહ્યું કે, ’અમે અમારી રક્ષા યુદ્ધના અંત સુધી કરતા રહીશું. બીજા પક્ષે જ યુદ્ધ ખતમ કરવું પડશે. કોઈ સીઝફાયર નહીં થાય, સીધું યુદ્ધ જ ખતમ થશે.’

આ સિવાય તેમણે ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી જહાજો પસાર થવા અને ભારત સાથેના સંબંધો પર પણ વાત કરી. હુસૈનીએ સ્પષ્ટ કહ્યું કે, જે પણ દેશો અમારા મિત્રો છે, અમે તેમના જહાજોને ત્યાંથી પસાર થવા દઈએ છીએ. પરંતુ જે દેશો ઈઝરાયેલ અને અમેરિકાના મિત્રો છે, તેમના જહાજોને પસાર થવા દઈશું નહીં. અમારું માનવું છે કે, જો ભારતને દુ:ખ થાય છે, તો તે ઈરાનનું દુ:ખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *