દેશભરમાં શનિવારે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાશે ઇદ

સાઉદી અરબમાં ચંદ્ર ન દેખાતા ખાડી દેશોમાં કાલે ઇદની ઉજવણી રમઝાનના પવિત્ર મહિના પછી આવતા ઈદ-ઉલ-ફિત્રના તહેવાર માટે વિશ્વભરના મુસ્લિમો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા.…

સાઉદી અરબમાં ચંદ્ર ન દેખાતા ખાડી દેશોમાં કાલે ઇદની ઉજવણી

રમઝાનના પવિત્ર મહિના પછી આવતા ઈદ-ઉલ-ફિત્રના તહેવાર માટે વિશ્વભરના મુસ્લિમો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. સઉદી અરબમાં આજે શવ્વાલ મહિનાનો ચંદ્ર (શવ્વાલનો હિલાલ) દેખાયો નથી. તેથી સઉદી સુપ્રીમ કોર્ટે ગુરુવારે રમઝાનનો છેલ્લો દિવસ જાહેર કર્યો છે અને શુક્રવાર, 20 માર્ચ 2026ના રોજ ઈદ-ઉલ-ફિત્ર મનાવવાની જાહેરાત કરી છે. સંયુક્ત અરબ અમીરાત (યુએઈ), કતાર અને બહરીન જેવા અન્ય ખાડી દેશોએ પણ 20 માર્ચે જ ઈદ મનાવવાનું નક્કી કર્યું છે. ઈદ-ઉલ-ફિત્ર રમઝાનના અંતે ઈસ્લામિક કેલેન્ડરના 10મા મહિના શવ્વાલની પહેલી તારીખે મનાવવામાં આવે છે. ચંદ્ર દેખાવાના સમય અને ભૌગોલિક તફાવતને કારણે વિવિધ દેશોમાં તારીખમાં એક દિવસનો અંતર રહે છે.

ખાડી દેશોમાં ચંદ્ર ના દેખાવાને કારણે રમઝાન 30 દિવસનો પૂર્ણ થશે. ભારતમાં સામાન્ય રીતે સઉદી અરબથી એક દિવસ પછી ઈદ મનાવવામાં આવે છે. તેથી ભારતમાં શુક્રવાર, 20 માર્ચના રોજ ચંદ્ર દેખાય તો શનિવાર, 21 માર્ચ 2026ના રોજ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી થશે. ગુજરાત સહિત દેશભરમાં મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરશે, એકબીજાને ઈદ મુબારક આપશે અને ઘરે ખીર, સેવઈયાં જેવા મીઠા વ્યંજનો તૈયાર કરીને રિશોદારો-મિત્રો સાથે વહેંચશે.

ઈસ્લામિક માન્યતા અનુસાર, પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ બદરની લડાઈમાં વિજય મેળવ્યા પછી આ દિવસે સૌને મીઠું ખવડાવ્યું હતું. ત્યારથી ‘મીઠી ઈદ’ તરીકે ઈદ-ઉલ-ફિત્ર મનાવવાની પરંપરા ચાલી આવે છે. ઈદના દિવસે નમાઝ પછી લોકો એકબીજાને ગળે લગાવીને મુબારકબાદ આપે છે. આ ઉપરાંત સદકા-એ-ફિતર (ફિતરાનું દાન) કરવામાં આવે છે, જેથી ગરીબ અને જરૂૂરિયાતમંદ લોકો પણ આ તહેવારની ખુશીમાં ભાગીદાર બને. આ વર્ષે રમઝાનના અંત અને ઈદની તારીખને લઈને વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે. ગુજરાતના મુસ્લિમ સમુદાયે પણ 21 માર્ચે ઈદની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. પરંતુ દિલ્હીની જામા મસ્જીદના ઇમામ સાહેબ તરફથી સત્તાવાર જાહેરાતની સમુદાયને પ્રતિક્ષા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *