વહીવટી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપતુ ચૂંટણી પંચ
રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગઈકાલે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચે તમામ વહીવટી પ્રક્રિયાઓ તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ આપ્યા છે. ચૂંટણી બુથ પર જરૂૂરી સુવિધાઓ અને મતદાનમાં વપરાતી સ્ટેશનરીની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. રાજકોટ તંત્ર દ્વારા આગામી એક-બે દિવસમાં વિડિયોગ્રાફી સહિતના મહત્વના ટેન્ડરો પ્રસિદ્ધ કરવામાં આવશે.
આવતીકાલથી તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારો મેદાનમાં ઉતરશે. નવા મતદાન મથકોની ભૌતિક સ્થિતિ, ત્યાં જરૂૂરી પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે.સઅધિકારીઓને એક અઠવાડિયામાં તમામ મથકોનો રિપોર્ટ સોંપવા જણાવાયું છે.
આગામી 23 તારીખના રોજ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં છે.રાજ્યમાં અનેક નવી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની રચના થતા સીમાંકન અને સમીકરણો બદલાયા છે. આ કારણોસર મતદાર યાદી તૈયાર કરવામાં થોડો સમય લાગી રહ્યો છે, પરંતુ તંત્ર હવે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ સૂચના આપી દેવામાં આવી છે.
