પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય પાસે લોકોએ કરેલા કામોનો માંગ્યો હિસાબ
સમગ્ર રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓનો રંગ જામતો જાય છે ત્યારે અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલાં કૃષ્ણપરા વિસ્તારની મહિલાઓ પોતાને પ્રાપ્ત થવી જોઈતી પ્રાથમિક સુવિધાઓ ગટર અને સફાઈ બાબતે ત્રાહિમામ પોકારી ને ગ્રામપંચાયત કચેરી ખાતે રજુવાત કરવા પહોંચી હતી. જાણવા મળતી વિગતો મુજબ ઉભરાતી ગટર ની ગંદકી થી ત્રાહિમામ પોકારી ઉઠેલા આ લોકો પોતાના વિસ્તાર માં ભૂગર્ભ ગટર ઇચ્છી રહ્યા હતા અને તે મંજુર કરાવવા ની જવાબદારી જે તે જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્ય ની હોય છે ત્યારે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયત સદસ્ય એ આગળના પાંચ વર્ષમાં કૃષ્ણપરા વિસ્તાર ના લોકો માટે શું કર્યું ? કેમ લોકોની સમસ્યાઓ નિવારવામાં ઉણા ઉતાર્યા ? ક્યારે આ બાબતે કેટલી રજુવાતો કરી ? પોતાની ગ્રાન્ટ ક્યાં વાપરી ? આવા તમામ પ્રશ્ર હાલ સ્થાનિકો ચૂંટણી સમયે ઉઠાવતા જોવા મળી રહ્યા છે.
આ બાબતે નવાઈની વાત એ છે કે આ વિસ્તાર ના ગ્રામપંચાયત સદસ્ય પ્રતિનિધિ પણ તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યા છે તો શું તેને પણ ચાર વર્ષમાં કોઈ વાર રજુવાત ઉભરાતી ગટરો, સફાઈ, ગંદકી બાબતે કરી નહિ હોય ? ત્યારે વડિયાના કૃષ્ણપરા વિસ્તાર ના લોકો હાલ પાયાની મૂળભૂત સમસ્યાઓ બાબતે ચૂંટણી સમયે અવાજ ઉઠાવતા જોવા મળ્યા છે ત્યારે વિકાસના નામે મત માંગતા નેતાઓ નીચા જોયા જેવી સ્થિતિનુ નિર્માણ થતુ હોય તેમ જોવા મળી રહ્યું છે. હવે આ ઢોળવાનાકા વિસ્તાના લોકોને ઉભરાતી ગટરો, સફાઈ વગેરે સમસ્યાઓથી મુક્તિ ક્યારે મળશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ ચૂંટણી સમયે લોકો પણ પોતાનાઓ બરોબર નો સમય આવ્યા નુ સમજી લોકોને મોઢેમોંઢ પારખાવતા જોવા મળી રહ્યા છે.
