રૂડાનું રૂા.302.32 કરોડનું બજેટ બોર્ડ મીટિંગમાં મંજૂર

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 181ની બોર્ડ બેઠક યોજાઈ, ત્રણ દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 181ની બોર્ડ બેઠક આજરોજ યોજાઈ હતી.…

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 181ની બોર્ડ બેઠક યોજાઈ, ત્રણ દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 181ની બોર્ડ બેઠક આજરોજ યોજાઈ હતી. ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં બોર્ડમાં ત્રણ દરખાસ્ત સાથેનો એજન્ડા રજૂ કરવામાં આવેલ જેમાં બે નગરરચના યોજના અને એક રૂડાનું બજેટ રજુ થયેલ જેમાં વર્ષ 2026-27 માટેનાં 302.32 કરોડના બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તુષાર સુમેરા, રાજકોટ મહાનગર પાલિકાના વહીવટદારશ્રી રેમ્યા મોહન, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીશ્રી મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, રૂૂડાના ઇન્ચાર્જ સી.ઈ.એ.શ્રી આઈ.એસ. આહીર, કલેક્ટરશ્રીના પ્રતિનિધિ તરીકે ડો.ચાંદની પરમાર, મુખ્ય નગર નિયોજકશ્રીના પ્રતિનિધિ તરીકે શ્રીઆર.ડી. પરમાર તથા છખઈના સીટી એન્જી.શ્રી કે.કે.મહેતા હાજર રહેલ હતા.

રૂડાના જનરલ બોર્ડમાં આજરોજ માર્ચ મહિનો પુરો થાય તે પહેલા જ બજેટ રજૂ કરવામાં આવેલ અલગ અલગ ખર્ચ તેમજ જોગવાઈઓ સાથેનું નાણાંકીય વર્ષ 2026-27 માટે રૂા.302.32 કરોડના બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.16-03-2026ના રોજ 181મી બોર્ડ બેઠકચેરમેનશ્રીતુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવામાં આવી.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41 (1) હેઠળ સત્તામંડળની નીચે મુજબની સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી., સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.39/2 (બેડી), સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.44 (પાળ-કાંગશિયાળી), સત્તામંડળના નાણાકીય વર્ષ 2026-27 માટે રૂૂ.302.32 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આજના બોર્ડમાં રૂડા દ્વારા અગાઉ આવેદન કરવામાં આવેલ ટી.પી.સ્કીમો પૈકી ટી.પી.સ્કીમ નં.39 બેડી અને ટી.પી.સ્કીમ નં.44 પાળ કાંગશિયાળીનો મુસદો જાહેર કરવામાં આવ્યો હતો. બન્ને ટી.પી.સ્કીમમાં આવતાં સર્વે નંબરો તેમજ રોડ રસ્તા અને સાર્વજનિક પ્લોટ સહિતની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

એક વર્ષમાં રૂડાની 9 ટી.પી.સ્કીમ જાહેર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી નવી ટી.પી.સ્કીમો જાહેર કરવામાં આવી રહી છે. તેની સામે રૂડા દ્વારા પણ અગાઉ ડ્રાફટ તૈયાર થઈ ગયેલો હોય અને સરકારમાંથી મંજુરી મળેલ હોય તેવી ટી.પી.સ્કીમોના મુસદા જાહેર કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં કાંગશિયાળી સહિતની 7 ટી.પી.સ્કીમનો મુસદો જાહેર કરવામાં આવ્યો છે અને ગઈકાલે યોજાયેલ રૂડાની બોર્ડ બેઠકમાં નગરરચના યોજના 39 બેડી તેમજ નગર રચના યોજના 44 પાળ કાંગશિયાળી સહિતની બન્ને ટી.પી.સ્કીમનો મુસદો જાહેર કરાયો છે જેના લીધે એક વર્ષમાં રૂડામાં નવી નવ ટી.પી.સ્કીમો જાહેર કરાતાં ટૂંક સમયમાં રોડ રસ્તા સહિતના કબજા અને સાર્વજનિક પ્લોટ તેમજ અન્ય વિકાસ માટે સરકારની મંજુરી મળ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *