લોનધારકે 1.33 કરોડ જમા કરાવ્યાની કોર્ટમાં ખોટી પહોંચ રજૂ કરતા ફરિયાદ

મંડળીએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, લોનધારક અને જામીનદાર સામે ગુનો નોંંધાયો રાજકોટમાં મંડળીમાંથી લીધેલી લોન પેટે બાકી રહેતાં રૂૂા. 1.33 કરોડ વ્યાજ સહિત…

મંડળીએ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, લોનધારક અને જામીનદાર સામે ગુનો નોંંધાયો

રાજકોટમાં મંડળીમાંથી લીધેલી લોન પેટે બાકી રહેતાં રૂૂા. 1.33 કરોડ વ્યાજ સહિત મંડળીમાં ભરી દીધાની સિવીલ કોર્ટમાં ખોટી પહોંચો રજૂ કરવા બદલ લોન ધારક ગુલામહુશેન મોહીયુદ્દીન અંસારી (રહે. મનહરપુર, જામનગર રોડ) અને જામીનદાર દિપક જયંતીભાઈ વસાણી (રહે. ગાંધીગ્રામ, શેરી નં.2) વિરૂૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

વધુ વિગતો મુજબ,મવડીની સ્વાશ્રય સોસાયટીમાં આવેલી વૃંદાવન સહકારી કો-ઓપરેટીવ બેંકના મેનેજર બંટી યાદવ (ઉ.વ.33)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દસેક વર્ષ પહેલાં તેની મંડળીમાંથી ગુલામહુશેને રૂૂા.1 કરોડની મોર્ગેજ લોન લીધી હતી. જેમાં જામીનદાર તરીકે દિપક વસાણી, રીપેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (રહે. હાઉસિંગ બોર્ડના કવાર્ટર, કાલાવડ રોડ) અને મંજુલાબેન જયંતીભાઈ વસાણી હતા. ત્યાર બાદ ગુલામહુશેને રૂૂા.1.60 લાખના છુસાત હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું તેને છે કરતાં રૂૂ.રર.11 લાખ જમા કરાવ્યા હતા. આ પછી ફરીથી હપ્તા ભરવાનું બંધ કરતાં અવાર-નવાર તેને ઉપરાંત જામીનદારોને જાણ કરતાં હતા. આખરે ગુલામહુશેન અને ત્રણેય જામીનદારો વિરૂૂધ્ધ લવાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. 2020ની સાલમાં સિવીલ કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો જે હાલ ચાલુ છે.જે દરમિયાન કોર્ટમાં 2021ની સાલમાં જામીનદાર દિપકે બાકી રહેતી લોનની રકમ અને હપ્તાના રૂૂા.70 લાખ અને રૂૂા.48.48 લાખ જમા કરાવી દીધાની પહોંચ રજૂ કરી હતી.

જે અંગે તેના વકિલે જાણ કરતાં તેણે કોઈ રકમ જમા નહીં થયાનું અને પહોંચ નકલી હોવાની જાણ કરી હતી. આ અંગે કોર્ટમાં પણ જાણ કરાતાં ફરિયાદ કરવા કહેવાયું હતું. જેના આધારે પોલીસ કમિશનરને અરજી કરી હતી. તેના પરથી એ-ડિવીઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *