કોર્પોરેશનમાં આગામી સપ્તાહથી વહીવટદાર શાસન

ચૂંટાયેલા પાંખના હોદ્દેદારોની તા.11ના રોજ મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાય ત્યાં સુધી મનપા સુષુપ્ત અવસ્થામાં રહેશે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની મુદ્દત આગામી તા.11 માર્ચના…

ચૂંટાયેલા પાંખના હોદ્દેદારોની તા.11ના રોજ મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી યોજાય ત્યાં સુધી મનપા સુષુપ્ત અવસ્થામાં રહેશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની મુદ્દત આગામી તા.11 માર્ચના રોજ પૂર્ણ થનાર હોય ત્યારબાદ ચૂંટણી માટેની તારીખ જાહેર થશે આચારસહિંતાનો સમયગાળો અને મતદાન તેમજ નવી બોર્ડીની વરણી થાય ત્યા સુધીમાં લગભગ બે માસ જેટલો સમય થવાનો હોવાથી તા.11ના રોજ હોદ્દેદારોની મુદ્દત પૂર્ણ થતા જ એક સપ્તાહ દરમ્યાન મનપામાં વહીવટી શાસન લાગુ કરવામાં આવે તેવી સંભાવના જાણ કારો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના કોર્પોરેટરોની મુદ્દત આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થાય છે. પાંચ વર્ષ પહેલા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ તેમજ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડે.મેયર, પક્ષના નેતા, વિપક્ષી નેતા અને દંડક સહિતાની મુદ્દત પૂર્ણ થવામાં છે. ચૂંટણી પચ દ્વારા હજૂ સુધી મતદાર માટેની તારીખ જાહેર કરવામાં આવી નથી. જેની સામે કોર્પોરેશન દ્વારા વોર્ડ વાઇઝ અને ઝોન વાઇઝ મતદાર યાદી તૈયારી કરી ચૂંટણી પચને આ બાબતે જાણ કારી આપવામાં આવી છે. છતાં ચૂંટણી જાહેરાત થાય ત્યારબાદ ઓછામાં ઓછા 21થી 45 દિવસ આચારસહિતા લાગુ થતી હોય છે.

11 તારીખે મુદ્દત પૂર્ણ થતા સંભવત 12 અથવા 13 તારીખે વહીવટ દ્વારાની નિમણુક થવાની સંભાવના જોવાઇ રહી છે. હાલ ભારતીય જનતા પાર્ટીના 68 અને કોંગ્રેસના 4 સહિત 72 નગરસેવકો કાર્યરત છે. જે તમામ મુદ્દત પૂર્ણ થશે. સુત્રોના જણાવ્યા મુજબ 25 માર્ચ દરમ્યાન મનપાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવે તો આચારસહિતના દિવસો બાદ કરતા મતદાન તા.25 એપ્રિલથી 1 મેની વચ્ચે યોજાય તેવુ લાગી રહ્યુ છે. જેના લીધે આ સમયગાળા દરમ્યાન મહાનગરપાલિકાની તમામ કામગીરી રાબેતા મુજબ ચાલી શકે તે માટે વહીવટદાર ની નીમણુક કરવામાં આવશે.

મનપાના હાલના ચૂંટાયેલ સભ્યો દ્વારા છેલ્લા એક માસથી ચૂંટણી પહેલા વધુમાં વધુ લોકહિતના કામો થઇ શકે તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા બોલાવવામાં આવેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રેકોર્ડ બેંક 4.7 અબજના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. તેવી જ રીતે અગાઉ સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલા અગત્યના અને પ્રજાને લાભદાઇ હોય તેવી 11 દરખાસ્ત મંજૂર કરવા માટે સ્પેશિયલ જનરલ તા.10ના રોજ બોલાવવામાં આવ્યુ છે. ચૂંટાયેલ પાંખની મુદ્દત પૂર્ણ થતા પદાધિકારીઓ સહિતનાને આપવામાં આવેલ કાર, બંગલા સહિતની તમામ પ્રકારની સેવાઓ પરત લેવામાં આવશે.

નવા પ્રોજેક્ટો અટકી જવાની સંભાવના

મહાનગરપાલિકાની ચૂંટાયેલ પાંખની મુદ્દત આગામી તા.11ના રોજ પૂર્ણ થવામાં છે. ત્યારે નવી બોર્ડીની રચના ન થાય ત્યા સુધી કોર્પોરેશનમાં વહીવટદાર શાસન લાગુ થશે. જેના લીધે રુટીન કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. પરંતુ રોડ રસ્તા સહિતના નવા પ્રોજેકટો માટે ટેન્ડર પ્રક્રિયાને બ્રેક લાગશે કારણકે કમિશનર વિભાગ દ્વારા નવા પ્રોજેકટ તૈયાર કર્યા બાદ મંજૂરી અથે દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરવી પડે છે. ત્યારે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની વરણી અંદાજે બા માસ બાદ થશે. જેથી એક પણ પ્રોજેકટ મંજૂર થઇ શકશે નહીં જેના કારણે આગામી મે માસ સુધી નવા પ્રોજેકટો અટકી જવાની સંભાવના જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *