મેયર બંગલા સામે કાર ચાલકે જાહેરમાં કલર ઉડાડી પોલીસ સામે રોફ જમાવ્યો

કાળા કાચ કાઢવાની ના પાડી અને ડોકયુમેન્ટ બતાવવાની પણ ના પાડી દીધી પોલીસ મથકે લઈ ગયા તો ત્યાંથી કાર લઈ ભાગ્યો, પોલીસે પીછો કરી હેડકવાર્ટર…

કાળા કાચ કાઢવાની ના પાડી અને ડોકયુમેન્ટ બતાવવાની પણ ના પાડી દીધી

પોલીસ મથકે લઈ ગયા તો ત્યાંથી કાર લઈ ભાગ્યો, પોલીસે પીછો કરી હેડકવાર્ટર પાસેથી પકડ્યો

ધુળેટી પર્વ પહેલા જાહેરમાં લોકો પર કલર ન ઉડાડવા બાબતે પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યારે ગઈકાલે રેસકોર્ષ રિંગ રોડ ફરતે પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ઉલાળીયો જોવા મળ્યો હતો.
વધુ વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસમેન ભગીરથસિંહ રાણાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિરાજ અશ્વિન જાની (રહે રાજકોટ) નું નામ આપતા પ્ર.નગર પોલીસે ફરજમાં રૂૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના 1 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેમની ફરજ ઈન્વે ઈન્ચાર્જ પીએસઆઇ એસ.ડી.કોઠીવાર સાથે રાઈટર તરીકે હતા.બપોરના બે વાગ્યાની આસપાસ ધુળેટીનો તહેવાર હોવાથી બંદોબસ્ત અન્વયે રેસકોર્ષ રિંગ રોડ ફરતે પોલીસ વાહનમાં ડ્રાઈવર હોમગાર્ડ ધર્મરાજસિંહ સરવૈયા, કોન્સ્ટેબલ તોફીકભાઈ મંધરા અને પીએસઆઇ એસ.ડી કોઠીવાર સહિતના પેટ્રોલીગમાં હતા ત્યારે ફરતા ફરતા સવા ચાર વાગ્યે રેસકોર્ષે રિંગ રોડ મેયરના બંગલાની સામે પહોચતા એક ઈનોવા કારમાં બે વ્યકતી જાહેરમાં રંગ ઉડાડતા હોય જેમાં ડ્રાઈવીંગ સીટ ઉપર પુરુષ અને તેની બાજુમાં મહીલા બેસેલ હતા.

જેથી સાથેના પીએસઆઇ કોઠીવાર આ કાર ચાલકને જાહેરમાં કોઈને નડતર રૂૂપ થાય તે રીતે કલર ઉડાવવાની અને જાહેર રસ્તે નીકળતા વ્યકતીઓને ત્રાસદાયક તથા શારીરિક સલામતી જોખમાય તે રીતે કલર ઉડાડી ધુળેટી રમતા હોય જેથી જાહેરમાં ધુળેટી રમવાની અને કલર ઉડાડવાની ના પાડતા અને આ કાર ચાલક શખ્સે ઉશ્કેરાય જઈને કહેલ કે, જાઈએ છીએ હો. જેથી પીએસઆઈએ કહેલ કે, તમો કેમ આવી રીતે તોછડી ભાષામા વાત કરો છો, તમને ખબર નથી કે, રાજકોટ પોલીસ કમિશ્નરનુ જાહેરનામું છે, તો આ ઈનોવા ચાલકે કહેલ કે, હા મને ખબર જ છે.

જેથી પીએસઆઇએ કહેલ તો પોલીસ સ્ટેશન ખાતે ચાલો અને આ ઈનોવા ચાલક પ્ર.નગર પોલીસ સ્ટેશનની બહાર પોતાની ગાડી ઉભી રાખેલ બાદ સ્ટાફ કાર ચાલક પાસે ગયેલ અને કહેલ કે, ગાડીની નીચે ઉતર જેથી તે કારમાંથી નીચે ઉતરેલ બાદ પીએસઆઈએ કહેલ કે, ગાડીના કાળા કાચ છે, તે તમે કાઢી નાખો અને તમારી ફોરવ્હીલના કાગળો બતાવો તો આ ઈનોવા ચાલકે કહેલ કે, હું કાળા કાચ કાઢીસ નહી અને હું કારના ડોક્યુમેન્ટ બતાવીસ નહી. બાદ ઈનોવા ચાલકે પોતાની ગાડીને લોક કરી દેતાં તેને પોલીસ સ્ટેશનની અંદ2 આવવા કહેતા પોતાની ગાડીમા બેસી ગયેલ અને પોતાની ઈનોવા કાર લઈને પુરપાટ ઝડપે બે ફિકરાઈથી કાર ચાલાવી ભાગી ગયો હતો.બાદમાં પોલીસ સ્ટાફ ઈનોવા ગાડી પાછળ ગયેલ અને રેસકોર્ષ રિંગ રોડ પોલીસ હેડ ક્વાર્ટરના સર્કલ પાસેથી રોકીને ફરીથી પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને નામ પુછતા પોતે પોતાનુ નામ વિરાજ અશ્વિન જાની જણાવેલ હતું. આ ઘટનામાં વિરાજ પોતે પત્રકાર હોવાની પોલીસને ઓળખ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *