લાંબા જંગ માટે તૈયાર છીએ: ઈરાન હજુ તો આ માત્ર શરૂઆત છે: ટ્રમ્પ

ખાડી દેશોમાં હાહાકાર મચેલો છે, પણ ઈરાન પાછીપાની કરવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાને અત્યાર સુધી જે જોયું છે, એ…

ખાડી દેશોમાં હાહાકાર મચેલો છે, પણ ઈરાન પાછીપાની કરવા તૈયાર નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાને અત્યાર સુધી જે જોયું છે, એ તો બસ શરૂૂઆત છે. હજુ આનાથી પણ મોટું ઘણું બધું બાકી છે. તો વળી ઈરાનના નેતા અલી લારીઝાનીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, પાછલા 300 વર્ષોની માફક ઈરાને ક્યારેય યુદ્ધની શરૂૂઆત નથી કરી અને અમારા સશસ્ત્ર દળ ખાલી આત્મરક્ષામાં કાર્યવાહી કરી રહ્યા છે. અમે કોઈ પણ કિંમત પર અમારી રક્ષા કરીશું અને પાછળ નહીં હટીએ.

અલી લારીઝાનીએ લખ્યું છે કે કોઈ પણ કિંમત પર ઈરાન પોતાની 6000 વર્ષ જૂની સભ્યતાની રક્ષા કરશે અને દુશ્મનોને તેના ખોટા આકલન પર પસ્તાવું પડશે. લારિઝાનીએ એવો પણ દાવો કર્યો કે ઈરાન લાંબી લડાઈ લડવા માટે તૈયાર છે. અમેરિકાથી એકદમ અલગ તે તેની તૈયારી પણ કરી ચૂક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય તણાવ વધેલો છે. ઈરાનનું નેતૃત્વ પાછળ હટવા તૈયાર નથી, પણ અમેરિકા તેના હથિયારોને ખતમ થવાની રાહ જોઈ રહ્યું છે. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, હજુ પણ કંઈક ભયાનક થશે, ઈરાને તેના માટે તૈયાર રહેવું જોઈએ.

અમેરિકી પ્રશાસન તરફથી ચલાવવામાં આવી રહેલા સત્તાવાર ઓપરેશનના નિશ્ચિત સમયની ઘોષણા નથી કરી, પણ રક્ષા અધિકારીઓએ સંકેત આપ્યા છે કે કાર્યવાહી ટાર્ગેટ-આધારિત અને મર્યાદિત દાયરામાં રાખવામાં આવશે. અમેરિકી પક્ષનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય ક્ષેત્રિય સુરક્ષાની ખાતરી કરવાનો અને સંભવિત ખતરાને ખતમ કરવાનો છે. અમેરિકા કહી રહ્યું છે કે ઈરાકની માફક લાંબા સમય સુધી ચાલનારું પરંપરાગત યુદ્ધ નહીં હોય.

બીજી તરફ તહેરાનથી આવી રહેલા સંકેત અલગ તસવીર રજૂ કરે છે. ઈરાની નેતૃત્વ આ મેસેજ આપી રહ્યું છે કે તે લાંબા સંઘર્ષ માટે રાજનીતિક, સૈન્ય અને આર્થિક રીતે તૈયાર છે. નિષ્ણાતો અનુસાર, ઈરાન ધીરજની રણનીતિ અપનાવીને સંઘર્ષને ખેંચવાની કોશિશ કરી શકે છે.

જેથી વિરોધી પક્ષ પર પ્રેશર વધે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજનીતિક સમર્થન મેળવી શકાય. તે પોતાના સૌથી મોટા હથિયાર સસ્તા ડ્રોન અને મિસાઈલો દ્વારા યુદ્ધને લાંબું ખેંચવાની કોશિશ કરી શકે છે. આ ઉપરાંત અમેરિકાના સહયોગી દેશો પર હુમલો કરી તે સાયકોલોજિકલ વોરફેર પણ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *