પંચાયત ચોકમાં ફરસાણની દુકાનમાં આગ ભભૂકી

દુકાનનો સામાન, ઇલે.વાયરીંગ અને કોમ્પ્યુટર બળીને ખાક, 3 ગેસના બાટલા સમયસર બહાર કાઢી આગ ઉપર કાબૂ મેળવાયો શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં આવેલી ફરસાણની…

દુકાનનો સામાન, ઇલે.વાયરીંગ અને કોમ્પ્યુટર બળીને ખાક, 3 ગેસના બાટલા સમયસર બહાર કાઢી આગ ઉપર કાબૂ મેળવાયો

શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં આવેલી ફરસાણની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલીક દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. દુકાનમાં રહેલા ગેસના 3 બાટલા સમયસર બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના અટકી હતી. આગના બનાવમાં દુકાનનો સામાન, ઇલે.વાયરીંગ અને કોમ્પ્યુટર બળીને ખાક થઇ જતા લાખોનું નુકશાન થયુ હતું.

જાણવા મળતી વિગત મુજબ પંચાયત ચોકમાં આવેલી કૈલાસ ફરસાણ એન્ડ સ્વીટ્સ નામની દૂકાનમાં રાતે સવા ત્રણેક વાગ્યે આગ ભભૂકતાં રજનીકાંતભાઇ પ્રવિણચંદ્રભાઈ સગાણીએ જાણ કરતાં ફાયર બ્રિગેડના તેજસભાઇ, અનિલભાઈ, નવજીતસિંહ, જીગરદાન, રાજેશભાઈ લાલજીભાઈ સહિતે પહોંચી આગ કાબુમાં લીધી હતી. જો કે એ પહેલા મોટી નુકસાની થઇ ચુકી હતી. ત્રીસથી છત્રીસ મિનીટની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. દુકાનમાં ત્રણ એલપીજી ગેસના સિલીન્ડર હતાં જે સમયરસર બહાર કાઢી લેવાયા હતાં. બે માળની આ દુકાનમાં આગને કારણે ઇલેક્ટ્રીક વાયરીંગ, કોમ્પ્યુટર, દુકાનનો તમામ સામાન બળી ગયા હતાં. દુકાન માલિકના કહેવા મુજબ અંદાજે ચારથી પાંચ લાખની નુકસાની થઈ છે. આગ શોર્ટ સરકિટથી લાગી હતી.સદભાગ્યે કોઇ જાનહાની થવા પામી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *