છાતીના ભાગે પણ ગંભીર ઇજા, હકીકત જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું
જૂનાગઢના જામકા ગામે રહેતા યુવાનનું બાઈક જુનાગઢ શાક-બકાલા માર્કેટ પાસે અચાનક સ્લીપ થતા તેમને છાતીના ભાગે અને બેઠકના ભાગે ગંભીર ઈજા થવાથી રાજકોટ શહેર ની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટનામાં હોસ્પિટલના તબીબે યુવકને કોઈએ બેઠકના ભાગે છરી ઝીંકી દીધાનો અભિપ્રાય આપતા હત્યાની શંકા સેવાઇ રહી છે.હાલ આ ઘટનામાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.
વધુ વિગતો મુજબ જામકા ગામે રહેતા રશીદ હસમુખભાઇ સોલંકી નામના 20 વર્ષના યુવાન ગઇકાલે સવારે શાક બકાલા માર્કેટમાં બાઇક લઇને જતો હતો ત્યારે કોઇ કારણોસર બાઇક સ્લીપ થઇ જતા તેમને છાતી અને બેઠકના ભાગે ઇજા થતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેમનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું. આ ઘટનામાં તબીબે અભિપ્રાય આપતા જણાવ્યુ હતુ કે યુવકને કોઇએ છરી વડે બેઠકના ભાગે ઇજા કરી છે. આ ઘટનામાં હત્યાની શંકાએ મૃતદેહને ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યુ હતું.
મૃતક રશીદ બે બહેનનો એકનો એક ભાઇ છે. તેમના માતા હયાત નથી અને પિતા માનસિક બીમાર છે આ ઘટનામાં પરિવારજનોએ અકસ્માતનું જણાવતા પોલીસે હાલ અકસ્માતની એન્ટ્રી નોંધી હતી. આ ઘટના અકસ્માતની છે કે, હત્યાની એ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
