જામનગર થી ગઈકાલે દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા રવાના થયેલા નાઘેડી ગામ ની એક પદયાત્રી યુવતી ને બેડ ટોલનાકા પાસે ગભરામણ ઉપડ્યા પછી 108માં જામનગર દવાખાને લઈજવાની તૈયારી કરવામાં આવતા સમયે આ યુવતી નું મૃત્યુ થતું હતું.
જામનગર સહિત રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યમાંથી પણ સેંકડો ભાવિકો પવિત્ર યાત્રાધામ દ્વારકામાં યોજાનારા ફૂલડોલ મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં દ્વારકા તરફ પદયાત્રા કરીને આગળ વધી રહ્યા છે. જેમાં ગઈકાલે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામમાંથી પણ પાંચેક જેટલા લોકો ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. ઉપરોક્ત પદયાત્રીઓ જ્યારે બેડ ટોલનાકા પાસે પહોંચ્યા ત્યારે તે સંઘમાં રહેલા નાઘેડી ગામ.ની જયશ્રીબેન ડાયાભાઈ ગમારા (ઉ.વ.18) નામની યુવતીને ગભરામણ જેવું થવા લાગતા તેણીના પરિવારને જાણ કરવા ઉપરાંત 108 એમ્બ્યુલન્સ ને.બોલાવવામાં આવી હતી.
દોડી આવેલી એમ્બ્યુલન્સમાં આ યુવતીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી . તે દરમિયાન જયશ્રીબેન ગમારા નું મૃત્યુ નીપજયું હતું .આથી પડગાત્રીઓ માં ગમગીની પ્રસરી ગઈ હતી.
