બેંકના ટાર્ગેટ પૂરા કરવા ઇન્સેટીવ મેળવવા અને કમિશનની લાલચે ગુનાહીત પ્રવૃત્તિમાં જોડાયા
ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી સાયબર ઠગાઈના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગરીબ અને જરૂૂરિયાતમંદ લોકોના નામે ડમી ખાતા ખોલાવી કરોડોની હેરાફેરી કરતા કૌભાંડમાં બેંકના જવાબદાર અધિકારીઓની સંડોવણી સામે આવી છે. પોલીસે HDFC અને જના બેંકના બે મેનેજર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સ હજુ પોલીસ પકડથી દૂર છે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પીઆઇ ડી.જી.પટેલે વિગતો આપી હતી કે, આરોપીઓએ કુલ 81 બેંક એકાઉન્ટ્સમાં રૂૂ.1,82, 37, 68, 862 જેટલી માતબર રકમ જમા કરાવી હતી.
આ કૌભાંડમાં બેંક મેનેજરોએ નીચે મુજબની મદદગારી કરી હતી, જેમાં ખોટી પેઢીઓના નામે ઇનવોઇસ ચકાસ્યા વિના જ કરંટ એકાઉન્ટ ખોલી આપ્યા, બેંકના ટાર્ગેટ પૂરા કરવા, ઇન્સેન્ટિવ મેળવવા અને કમિશનની લાલચે ગુનાહિત કૃત્યમાં સાથ આપ્યો હતો, તો 1930 હેલ્પલાઇન દ્વારા જે ખાતા સીલ કરવામાં આવ્યા હતા, તેને ખોટી રીતે અનફ્રીઝ કરવામાં પણ મદદ કરી હતી.સાયબર ક્રાઈમ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કંડલા ફ્રી ટ્રેડ ઝોન એચડીએફસી બેંકના મેનેજર ચંદન કપિલભાઈ પંડ્યા, ગાંધીધામની જના બેંકના મેનેજર હિતેશ કિશનભાઈ કપ્તા,કાસેઝ એચડીએફસીના મેનેજર યાસીન રમજુભાઈ સાથેચાને પકડી લેવાયા છે અને રૂૂ.30,000 ની કિંમતના ચાર મોબાઇલ કબજે કર્યા છે. જ્યારે દિપક જેઠાલાલ શર્મા હજી પણ પોલીસ પકડથી દુર છે જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
