અત્રેથી મળતી વિગતો મુજબ જેતપુરની પરણીતા રઈશાબાનું વા/ઓ મોહમદસરફરાજશાહ બાનવા,એ જેતપુર કોર્ટમાં તેણી એ તેના પતિ વિરૂૂધ્ધ કિ.પ્રે કોડ કલમ125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે અરજી કરેલી તેમજ ભરણ-પોષણની પણ માંગણી કરેલી જેમાં કોર્ટે ઉર્મીશાબેને નામદાર કોર્ટે માસીક રૂૂા. 12,000/- દરેક માસે ચુકવી આપવાનો હુકમ કરેલો પરંતુ તેણીના પતિ મોહમદસરફરાજશાહ સતારભાઈ બાનવા, 34 માસના ભરણ-પોષણ ની રકમ ભરતા ન હોય તેમજ કોર્ટમાં ઈરાદાપુર્વક હાજર રહેતા ન હોય તેથી જેતપુરના મહે.એડી.ફેમેલી જજ સાહેબે રૂૂા.4,08,000/-(અંકે રૂૂપીયા ચાર લાખ આઠ હજાર પુરા) નહીં ચુકવવામાં કસુર બદલ 33 માસની (એટલે કે 2 વર્ષ અને 9 માસ)ની સાદી કેદની સજા ફરમાવેલ ઉપરોકત કિસ્સો કોર્ટનો હુકમ હોવા છતાં ભરણ-પોષણ નહીં ચુકવતા પતિઓ માટે લાલબતી રૂૂપ કિસ્સો છે.ઉપરોક્ત કેસમાં પરણીતા રઈશાબાનું વા/ઓ મોહમદ સરફરાજશાહ બાનવા વતી જેતપુરના મહિલા ધારાશાસ્ત્રી મિસ પારૂૂલ જી.સિંધવડ એ આરોપીને જેલમાં મોકલી આપવા માટે દલીલો કરી જે દલીલો ગ્રાહય રાખી તા.17/2/2026 નારોજ આરોપી ને 33 માસ એટલે કે (2 વર્ષ અને 9 માસ)ની સજા ફરમાવેલ છે.
જેતપુરની પરિણીતાને ભરણ-પોષણ નહી ચૂકવતા પતિને 33 માસની સજા
અત્રેથી મળતી વિગતો મુજબ જેતપુરની પરણીતા રઈશાબાનું વા/ઓ મોહમદસરફરાજશાહ બાનવા,એ જેતપુર કોર્ટમાં તેણી એ તેના પતિ વિરૂૂધ્ધ કિ.પ્રે કોડ કલમ125 હેઠળ ભરણપોષણ મેળવવા માટે અરજી…
