વેરાવળ તાલુકાના ભેરાળા ગામની મહિલાએ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો

ગીર સોમનાથ જિલ્લાના ભેરાળા ગામની ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા શરૂૂ થતા 108 એમ્બ્યૂલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિની…

ગીર સોમનાથ જિલ્લાના ભેરાળા ગામની ગર્ભવતી મહિલાને પ્રસૂતિની પીડા શરૂૂ થતા 108 એમ્બ્યૂલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિની પીડા વધુ થતાં એમ્બ્યુલન્સ માં જ સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

આ અંગે વધુ વિગતો આપતા 108 એમ્બ્યુલન્સ ના ઈ.એમ.ટી રમેશ બામણિયા એ જણાવ્યું હતું કે, ભેરાળા ગામની મહિલાને પ્રસૂતિની પીડા થતી હોવાનો કોલ મળતા જ પાયલોટ આકાશભાઈ પંડયા સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં. આ સાથે જ હોસ્પિટલ લઈ જતાં સમયે મહિલાને પ્રસુતિની પીડા અસહનિય બની હતી. આ રીતે રસ્તામાં જ કુશળતાપૂર્વક જરૂૂરી સારવાર આપી મહિલાની સુરક્ષિત પ્રસૂતિ કરાવતાં મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળક બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ બંનેને વધુ સારવાર અને નિરીક્ષણ માટે વેરાવળની સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરી બદલ 108 એમ્બ્યુલન્સ ના અધિકારી વિશ્રુત જોશી અને આકાશભાઈ દ્વારા એમ્બ્યુલન્સ સ્ટાફની પ્રશંસા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *