મોરબી રોડ જૂના જકાતનાકા નજીક એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આઇસર ટ્રકમાંથી રૂૂ.1.51 લાખના 3.031 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે આઇસર ટ્રક, ગાંજાનો જથ્થો તથા બે મોબાઇલ સહિત કુલ રૂૂ.16.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી વિગતો મુજબ શહેર એસઓજીના એ.એસ.આઈ. રાજેશભાઈ બાળા, જયદીપસિહ ચૌહાણ અને સિધ્ધરાજસિહ જાડેજાને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક આઈસર ટ્રકમાં ગાંજાનો જથ્થો રાજકોટ તરફ આવી રહ્યો છે.
જેના આધારે પીઆઈ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ અને પીએસઆઈ વી.કે. ઝાલા અને ટીમે વોચ ગોઠવી હતી. મોરબી રોડ નજીક જૂના જકાતનાકા પાસે આવેલી દેવજીવન હોટલની સામે જાહેર રોડ ઉપર અમદાવાદથી રાજકોટ આવતી આઇસર ટ્રક નંબર જી.જે.03-બી.ઝેડ.-4796 ને અટકાવ્યો અટકાવી તલાશી લેતા ગાંજાનો જથ્થો મળી આવતા એફએસએલ અધિકારી કે.એમ. તાવિયા પાસે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. રૂૂ.1,51,550ની કિંમતના 3.031 કિલો ગાંજા સાથે લોધિકા તાલુકાના ખોડિયારપરા મફતિયાપરામાં રહેતા આસિફ તૈયબ દોઢિયા અને 150 ફૂટ રિંગ રોડ ખોડિયારનગર શેરી નં.3માં રહેતા અવેશ અબ્દુલ પઠાણની ધરપકડ કરી બે મોબાઇલ સહિત કુલ રૂૂ.16,71,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. બન્ને શખ્સોને ચાર દિવસના રિમાન્ડ પર લેવા તજવીજ પોલીસે બન્ને શખ્સોને ચાર દિવસના રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઈ છે.
પ્રાથમિક પૂછપરછમાં ગાંજાનો જથ્થો વાપી તરફથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂૂ કરાઇ છે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બી. બસિયાની સુચનાથી એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજા સાથે પીએસઆઈ વીકે ઝાલા, એ.એસ.આઈ. રાજેશ બાળા, અરૂૂણભાઇ બાંભણીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ,રવિરાજ ધગલ, વીરેન્દ્રસિંહ ઝાલા, મહાવીર સિંહ જાડેજા નિર્મળસિંહ ઝાલા મોનાબેન બુસાએ કામગીરી કરી હતી.
