હોળાષ્ટકનો મંગળવારથી પ્રારંભ

હોળીના આઠ દિવસ પહેલાજ ભકત પ્રહલાદને મારવાની તૈયારી કરી દેવામાં આવેલી આથી હોળીના આઠ દિવસ પહેલાના દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટક ની શરૂૂઆત ફાગણ…

હોળીના આઠ દિવસ પહેલાજ ભકત પ્રહલાદને મારવાની તૈયારી કરી દેવામાં આવેલી આથી હોળીના આઠ દિવસ પહેલાના દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટક ની શરૂૂઆત ફાગણ સુદ આઠમ ને મંગળવારે તા. 24-2-26 ના સવારે 7.03 કલાક થી થશે જે ફાગણ સુદ પૂનમને સોમવારે તા.3-3-26ના સાંજે 5.08 કલાકે હોળાષ્ટક પુરા થશે.

હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્યો થતા નથી પરંતુ હોળાષ્ટક દરમ્યાન જપ, કથા સત્યનારાયણ ભગવાનની કથા, ચંડીપાઠ, રૂૂદ્રી, લઘુરૂૂદ્ર જેવા કાર્યો થઈ શકે છે. હોળાષ્ટક દરમિયાન કરેલ રાહુ કેતુ ગ્રહ ના જપ હવન શુભ ફળ આપનાર બને છે હોળાષ્ટક દરમિયાન કરેલ રાહુ .કેતુ ગ્રહ ની ઉપાસના ઉત્તમ ફળ આપનાર બને છે તેમ માનવામાં આવે છે.

ફાગણ સુદ ચૌદસને સોમવાર ના દિવસે ચૌદશ તીથી સાંજ 5.56 કલાક સુધી છે ત્યારબાદ પૂનમ તિથિની શરૂૂઆત થશે જે મંગળવારે 3 માર્ચ ના દિવસે 5.08 કલાક સુધી છે આમ હોલિકા દહન માટે પૂનમ તિથિ નું મહત્વ વધારે છે આથી સોમવારે સાંજ ના પૂનમ તીથી હોતા તથા ભદ્રનો વાસ મૃત્યુલોક મા છે તે ઉપરાંત જોઈએ તો સોમવારે આવતી ભદ્રા કલ્યાણી ગણવામાં આવે છે આથી ભદ્રા પણ શુભ છે આમ દરેક પંચાંગ પ્રમાણે જ્યોતિષના નિયમ પ્રમાણે આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં હોલિકા દહન 2 જી માર્ચ ને સોમવારે છે જ્યારે ધુળેટી 3 માર્ચ ને મંગળવારે છે. જોકે હોલિકા દહન બાબતે સાડા ત્રણ પ્રહર પૂનમ હોવી જોઈએ તે નિયમ પ્રમાણે ભારતના ઘણા ભાગોમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન અને મહારાષ્ટ્રના અમુક ભાગોને છોડી હોલિકા દહન બીજે બધે 3 માર્ચ મંગળવારે છે. આથી ગુજરાત સિવાય ભારતના ઘણા ભાગોમાં ધુળેટી ચાર માર્ચના દિવસે છે આમ સરકારી રજા 4 માર્ચ ના દિવસે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *