ડિમોલિશન માટે યુધ્ધના ધોરણે તૈયારી, છ વોર્ડનો સ્ટાફ-કોન્ટ્રાકટર સ્ટેન્ડ બાય

રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં આજી નદીના પટ અને વોર્ડ નં.6ના 15 મીટરના ટી.પી. રોડ પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર મકાનો સહિતના દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાએ…

રાજકોટ શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં આજી નદીના પટ અને વોર્ડ નં.6ના 15 મીટરના ટી.પી. રોડ પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર મકાનો સહિતના દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાએ સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી છે. આગામી સોમવારના રોજ સવારથી ડિમોલીશન શરૂ થવાનું હોવાથી એક સાથે છ વોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ ઉપર સ્ટેન્ડ બાય રહેવાની સુચના આપવામાં આવી છે. તેમજ ડિમોલીશન દરમિયાન ઉપયોગમાં લેવાતાં તમામ સાધન સામગ્રીનું લીસ્ટ તૈયાર કરી આજે બંદોબસ્ત માટે પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે.

મનપાના સતાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સપ્તાહના અંતમાં મેગા ડિમોલિશન સાથે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા વોર્ડ નંબર 2, 3, 7, 13, 14 અને 17ના અધિકરીઓને સ્ટેન્ડ બાય રહેવા તેમજ સુપરવાઈઝર અને કોન્ટ્રાકટરને પણ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ વોર્ડમાંથી કુલ 21 જેસીબી, 26 ટ્રેકટર, 2 હિટાચી, 150 જેટલા મજુર, 38 ગેસ કટર, 18 ટ્રેકટર બ્રેકર મદદથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. એટલું જ નહિ આ ડિમોલિશન માટે અત્યારથી જ જેસીબી અને હિટાચી મશીનના ડ્રાઇવરના નામ નંબર સાથે લિસ્ટ તૈયાર કરી રાખવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે 1357 જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. ત્યાર આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી છે.

આગામી શનિ અથવા રવિવારના રોજ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા અધિકરીઓને સૂચના આપી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. આ મેગા ડિમોલિશનમાં 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 ગેસ કટર મદદથી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રાધાકૃષ્ણનગરના આવેલા વેલનાથજી મંદિરને પણ તોડી પાડવા તંત્રની નોટિસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *