સોમનાથનાં કોડીનારમાં તાલુકાના આદપોકાર ગામમાં એક હૃદયદ્રાવક બની છે. ગામના એક ખાલી પડેલા કૂંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના મોત થયાં છે. આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે.
મળતી વિગતો અનુસાર આદપોકાર ગામમાં શિવ મંદિર નજીક રમતાં રમતાં બે બાળકીઓ કુંડમાં પડી ગઇ હતી.જ્યારે માતા તેમને બચાવવા માટે કૂંડમાં ઉતરી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં જ નાગરિકો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રેયને બચાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુપાણીમાં ડૂબી જવાથી બંને બાળકીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે માતાને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમણે પણ અંતિમ શ્વાસ લીધા હતા.
માતા અને બને દીકરીઓના મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ઘટના બાદ સમગ્ર ગામ અને પરિવારમાં શોક છવાયો છે.
આ ઘટના અકસ્માત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
