જેલ સિપાહી હરદીપસિંહ જાડેજાનુ મોત નીપજવાના બનાવમાં અકસ્માત મૃત્યુના કલેઈમ કેસમાં વારસદારોને એસ.ટી નીગમે રૂૂા. 62 લાખ ચુકવવા કોર્ટએ હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ કાલાવડ તાલુકાના ફગાશ ગામના વતની હરદીપસિંહ જગદીશસિંહ જાડેજા નામના રાજકોટ જેલના કર્મચારી તારીખ 12/ 10 /21 ના રોજ જીજે 10 મવ 91 84 નંબરનું બાઈક લઇ રાજકોટથી પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે કાલાવડ સરવાણીયા ના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે સામેથી આવતી જીજે 18 ુ 20054 નંબરની એસટીના ચાલકે બાઈકને ઠોકરે લેતા હરદીપસિંહ જાડેજાને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતક ના પરિવાર દ્વારા એસટીના ચાલક વિરુદ્ધ કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બાદ તપાસની દ્વારા એસટીના ચાલક વિરુદ્ધ અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદ મૃતક હરદીપસિંહ જાડેજાના વારસો દ્વારા રાજકોટ ની ટ્રીબિનલમાં વળતર મેળવવા તારીખ 10/ 11/ 21 ના રોજ ક્લેમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં એસ.ટી નિગમના એડવોકેટ ધ્વારા ગુજરનારની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો.તેવી દલીલો કરવામાં આવી હતી. પરંતુ ગુજરનારના વરસોના એડવોકેટ અજય કે. જોષી ધ્વારા એસ.ટી બસના ચાલકની ઉલટ તપાસ કરવામાં આવેલી જેમાં બસના ચાલક ધ્વારા અકરમાત નીવારવા માટે કોઈ પ્રયત્નો કરવામાં આવેલ નથી ગુજરનાર હરદિપસિંહની આવક તથા ભવિષ્યની આવકના મુદાઓ પર દલીલો કરવામા આવેલ અને ગુજરનારના વારસદારો તેમના પર જ આધારીત હોય. અરજદારના એડવોકેટની દલીલો અને હાઈકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ તે ધ્યાને લઈને ગુજરનાર હરદિપસિંહ જાડેજાના વારસદારોને રકમ રૂૂા. 62 લાખ ટ્રીબ્યુનલ રાજકોટ ધ્વારા હુકમ કરેલ છે.આ કામમાં ગુજરનારના વારસદારો વતી એડવોકેટ અજય કે. જોષી, પ્રદિપ આર. પરમાર, વિશાલ એન. દક્ષીણી, અક્ષય સાંકળીયા, દુર્ગેશ જોષી રોકાયેલ હતા.
