લાલપુરના પડાણા નજીકથી રૂા.500ની નકલી નોટ સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લાના અર્થતંત્રને ડામાડોળ કરવા માટેનું કારસ્તાન પોલીસે પકડી પાડ્યું છે. જામનગર જિલ્લામાં લાંબા સમય પછી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું…

જામનગર જિલ્લાના અર્થતંત્રને ડામાડોળ કરવા માટેનું કારસ્તાન પોલીસે પકડી પાડ્યું છે. જામનગર જિલ્લામાં લાંબા સમય પછી ચલણી નોટો ઘુસાડવાનું કારસ્તાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે, અને બે પરપ્રાતીય શખ્સો પાસેથી રૂૂપિયા 500 ના દરની 100 નંગ બનાવટી ચલણી નોટો કબજે કરી છે. તે પ્રકરણમાં રાજસ્થાનના એક સહિત અન્ય ત્રણને ફરારી જાહેર કરાયા છે.

મેઘપર પોલીસને બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના પડાણા પાટીયા થી ચંગા પાટીયા તરફ જવાના માર્ગે એક ખાનગી કંપનીના ગેઇટ પાસે પાર્કિંગમાં ટ્રક લઈને આવેલા બે શખ્સો કે જેઓ પાસે બનાવટી ચલણી નોટો છે, અને તેઓ આ નોટો અર્થતંત્રમાં ઘુસાડવાનું કારસ્તાન કરી રહ્યા છે. જેથી મેઘપર પડાણા ની પોલીસ ટુકડીએ ગઈકાલે રાત્રે દરોડો પાડયો હતો.

જે દરમિયાન મૂળ રાજસ્થાનના વતની હમીદ પપ્પુભાઈ નુરાભાઈ કઠાત તેમજ અરમાન ફઝલુ રહેમાન અબ્દુલ કુરેશી કે જેઓ ટ્રક ડ્રાઇવર અને ક્લીનર છે. જે બંનેને અટકાવીને પોલીસ દ્વારા પૂછપરછ અને તલાસી લેવામાં આવતાં તેઓ પાસેથી રૂૂપિયા 500ના દરની 100 નંગ બનાવટી નોટો સાથેનું એક બંડલ મળી આવ્યું હતું. જે ચલણી નોટો કબજે કરી, તેની ખરાઈ કરવાના પ્રયત્નો કર્યા હતા.

પોલીસે બેંક ના સ્ટાફ તેમજ અન્ય પંચ વગેરેને બોલાવી લીધા હતા, અને ચલણી નોટોની ખરાઇ કરતાં તે તમામ ચલણી નોટો બનાવટી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેમાં કેટલીક નોટો ના નંબર તો એક સરખા જ હતા. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ચલણી નોટ બનાવટી હોવાનું પોલીસને ધ્યાનમાં આવી ગયું હતું.

જે તમામ ડુપ્લીકેટ નોટો કબજે કરી લઈ ટ્રક ચાલક અને ક્લીનર ની અટકાયત કરી લીધી હતી. જેઓને મેઘપર પડાણા પોલીસ મથકમાં લઈ જઈ ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે મૂળ રાજસ્થાનના વતની સલીમભાઈ કઠાત કે જે શેખાવાસ જિલ્લાનો વતની છે, અને તેણે આ ચલણી નોટો મોકલાવી હોવાનું અને રાજકોટ હાઇવે રોડ પર અલગ અલગ બે મોબાઈલ નંબર ધારકો તેઓને આ ચલણી નોટો સપ્લાય કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા સલીમભાઈ તથા અન્ય બે અજાણ્યા શખ્સોને ફરારી જાહેર કર્યા છે, અને આ પ્રકરણમાં તપાસનો દોર રાજકોટ અને રાજસ્થાન સુધી લંબાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *