દ્વારકામાં રહેતા શામજીભાઈ વાલજીભાઈ જેઠવા નામના 58 વર્ષના પ્રૌઢને છેલ્લા કેટલાક સમયથી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી હોય, આ વચ્ચે ગુરુવારે રાત્રિના સમયે તેમને પોતાના ઘરે છાતીમાં દુખાવો પડ્યા બાદ હાર્ટએટેકના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની નર્મદાબેન જેઠવાએ દ્વારકા પોલીસને કરી છે.
દ્વારકા તાલુકાના કુરંગા ગામના વાડી વિસ્તારમાં રહેતા ભુટાભા રાજમલભા સુમણીયા નામના શખ્સને એલ.સી.બી. પોલીસે રૂૂપિયા 6,600 ની કિંમતની વિદેશી દારૂૂની છ બોટલ સાથે ઝડપી લીધો હતો. દારૂૂનો આ જથ્થો તેણે કુરંગાના નાગશીભા પાલાભા માણેક પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે નાગજીભા માણેકને ફરાર જાહેર કરી, આગળની તપાસ હાથ ધરી છે.
જુગાર
ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામેથી પોલીસે ઈમરાન ઈશાક ભાયા, ફારુક જાકુબ ગજણ, શાહનવાઝ આદમ ગજણ, હસન કાસમ ભાયા, નાસીર જુનસ ભાયા અને સબીર હુસેન સંઘાર નામના છ શખ્સોને ઝડપી લઇ, રૂૂ. 10,170 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સલાયા મરીન પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
