ખોખડદળમાં સાસરિયે બાળકને રમાડવા ગયેલા યુવાનને પત્ની, સાસુ-સસરાએ માર માર્યો

આજીડેમ નજીક ખોખડદડ પાસે રહેતો યુવાન શીતળાધાર 25 વારીયા પાસે તેમના સસરાના ઘરે દીકરાને કપડાં આપવા ગયો હતો ત્યારે રિસામણે ગયેલી પત્ની,સાસુ અને સસરાએ ઝઘડો…

આજીડેમ નજીક ખોખડદડ પાસે રહેતો યુવાન શીતળાધાર 25 વારીયા પાસે તેમના સસરાના ઘરે દીકરાને કપડાં આપવા ગયો હતો ત્યારે રિસામણે ગયેલી પત્ની,સાસુ અને સસરાએ ઝઘડો કરી બેફામ મારમાર્યો હતો અને આ ઘટનામાં ઘવાયેલો યુવાન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વધુ વિગતો મુજબ,ખોખડદડ પાસે રહેતા અજય મનસુખભાઈ ચાવડા નામનો 25 વર્ષનો યુવાન ગઈકાલે સાંજે શીતળાધાર 25 વારિયા મારે રહેતા તેમના સસરા અને ત્યાં ગયો હતો ત્યારે તેમના પત્ની રોશનીબેન,સસરા દિનેશભાઈ રૂૂડા અને સાસુ ઉમિબેન સહિતનાઓએ અહીં શુ કામ આવ્યો?તેમ કહીને ધોકા વડે બેફામ મારમાર્યો હતો અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અજયે જણાવ્યું હતું કે,તે કારખાનામાં કામ કરે છે તેમને સંતાનમાં એક દીકરો છે અને પત્ની રોશની એકાદ મહિનાથી રિસામણે છે ગઈકાલે પુત્રને રમાડવા અને તેમને કપડાં આપવા ગયો ત્યારે પત્ની સહિતનાએ ઝઘડો કરી માર માર્યો હતો.આ મામલે આજીડેમ પોલીસે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *