કોગ્રેસ આપને દ્વાર કાર્યક્રમમાં મવડી વિસ્તારની જનતાએ ઠાલવી વેદના

રાજકોટ શહેરના વોર્ડ નં. 11 માં આવેલા મવડી વિસ્તારમાં આજે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત ઉગ્ર જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ…

રાજકોટ શહેરના વોર્ડ નં. 11 માં આવેલા મવડી વિસ્તારમાં આજે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત ઉગ્ર જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસીઓએ વિકાસના દાવાઓ વચ્ચે જીવાતી હાડમારીની વાસ્તવિકતા રજૂ કરી હતી.

જનસંપર્ક દરમિયાન મવડીના નાગરિકોએ પક્ષના આગેવાનો સમક્ષ મુખ્યત્વે સમસ્યાઓ રજૂ કરી હતી:અંધારપટ અને અસુરક્ષા: બંધ સ્ટ્રીટ લાઈટોને કારણે રાત્રિના સમયે મહિલાઓ અને બાળકોમાં અસુરક્ષાની લાગણી પ્રવર્તે છે.સફાઈનો અભાવ: કચરાનું સમયસર કલેક્શન ન થવાને કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જે લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.

ઘણી વખત કચરો ઉપાડવા માટે રહેવાસીઓ ફરિયાદ પણ કરે છે પરંતુ કાયમી નિકાલ અમુક વિસ્તારોમાં થતો નથી. ખાસ કરીને ચોમાસા પહેલા રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ખાડાવાળા રસ્તાઓમાં પાણી ભરાવાના પ્રશ્નો પણ જોવા મળે છે,એનું પણ કોઈ કાયમી નિરાકરણ થતું ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું અને આ મુદ્દે પહેલા પણ વોર્ડ નંબર 11ના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવામાં આવ્યો હતો.સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને જવાબદારીની ખેંચતાણ ચાલે છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ સત્તાધારી પક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મવડી વિસ્તારની સ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે ભાજપના શાસનમાં નીતિઓ ફક્ત કાગળ પર છે અને જમીની હકીકત ખૂબ જ દયનીય છે. લોકોના કરવેરાના નાણાં ક્યાં જાય છે? જો પ્રાથમિક સુવિધાઓ પણ ન આપી શકાતી હોય તો તે લોકશાહીની નિષ્ફળતા છે. વોર્ડ નંબર 11 ના કોંગ્રેસ જન સંપર્ક કાર્યક્રમ મા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા સહિત વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા જશવંતસિંહ ભટ્ટી, ડી પી મકવાણા, નીતિનભાઈ ભંડેરી દીપ ભાઈ ભંડેરી, સંજય અજુડીયા,કનકસિંહ જાડેજા, રાહુલભાઈ સોલંકી, જયદીપભાઇ મિયાત્રા, ભાવેશભાઈ ચૌહાણ, નીરજભાઈ પટેલ, મયુરભાઈ સાવલિયા,વિપુલભાઈ તારપરા, કિશોરભાઈ વાગડીયા, નરેન્દ્રભાઈ ગુંદચુડીયા, કપિલભાઈ મકવાણા, રાજુભાઈ બાબીયા, ધવલભાઈ પાંભર,રાજભાઈ ગધેથરીયા, યાસભાઈ તાળા, હરેશભાઈ હિરપરા, મથુરભાઈ માલવી, ભાવેશભાઈ મારુ, જયદીપભાઇ લાઠીયા, દિપાલીબેન લાઠીયા, ભાવનાબેન વાઘેલા, જલ્પેશભાઈ વાઘેલા, હરિભાઈ કણસાગરા, મેથાભાઈ કણસાગરા, અભયભાઈ કટારીયા, રાઘવભાઈ બગડા, ગીરીશભાઈ ઘરસંડીયા, જયંતીભાઈ સોરઠીયા, ગૌરવભાઈ પાનસુરીયા, લાખાભાઈ પરમાર, હાર્દિકભાઈ સિદ્ધપરા, મુકુંદભાઈ જાદવ તેમજ વોર્ડના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *