પરિસરમાં સભા, સરઘસ, સૂત્રોચ્ચાર કરવા પર મનાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસની ઘટનાઓ વારંવાર બને છે. જેથી જિલ્લામાં નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા ચોક્કસ ઇરાદાથી કલેકટર કચેરી તથા અન્ય કચેરીઓના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા રસ્તા ઉપર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભૂખ હડતાળનું ઓચિંતું અને મનસ્વીપણે આયોજન કરી કચેરીઓમાં તેમજ જાહેરમાર્ગ પર અવરોધ સર્જે છે. જેના પરિણામે કચેરીઓમાં આવતા અરજદારો તથા સામાન્ય જનતા માટે દુવિધા સર્જય છે. સાથે કચેરીમાં કામ કરતા કર્મચારીઓની કામગીરીને પણ અસર પહોંચે છે.
આ બાબતને ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાઇ રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં તા. 3 એપ્રિલ 2026 સુધીના સમયગાળા દરમિયાન સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી તમામ રાજ્ય સરકારના વિભાગો હસ્તકની કે તેના તાબાની તમામ કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હસ્તકના જાહેર સાહસોની કે તેના તાબાની તમામ કચેરીઓ ખાતે અને આ કચેરીઓના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ પાસેના મુખ્ય રોડ અને જાહેરમાર્ગ પર ઉપવાસ, આમરણાંત ઉપવાસ, ધરણા કે ભૂખ હડતાળ ઉપર બેસવા અથવા ચાર કરતા વધુ માણસોએ એકત્રિત થવા કે કચેરી પરિસરના 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કર્યા બાદ સભા, સરઘસ, સૂત્રોચ્ચાર કરવા જેવા કૃત્યોની મનાઇ કરતો હુકમ કરવામાં આવ્યો છે.
–
–
