રેલ્વે એલસીબીની ટીમે રાજકોટ જંકશન સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 પરથી ગોંડલ સુમરા સોસાયટીના રહેવાસી અને હાલ ગોંડલમાં સરવૈયા શેરીમાં રહેતાં મોહસીન મહદમભાઇ સમા (ઉં.વ.35)ને થેલા સાથે પકડી લઇ તલાશી લેતાં અંદરથી રૂૂ. 55300નો દારૂૂ મળી આવતાં તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછતાછમાં આ શખ્સે પોતે મજુરી કરતો હોવાનું અને મુંબઇથી વેંચવા માટે દારૂૂ લાવ્યાનું રટણ કર્યું હોઇ તેની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.
આ ઝુંબેશ હેઠળ રેલ્વે એલસીબી પીઆઇ જે.આર. દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ એલસીબીના પીએસઆઇ જે. એમ. પરમાર, એએસઆઇ હરપાલસિહ સરદારસિંહ, હેડકોન્સ્ટેબલ પળથ્વીરાજસિંહ જયવંતસિંહ, હેડકોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજસિહ વાધુભા, ભુપતભાઈ કાનાભાઈ અને જયેશભાઇ નાથાભાઇએ આ કામગીરી કરી હતી.
