રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા છેલ્લા 1 મહિનામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને રૂૂા. 35.27 લાખ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવ્યા હતા. સાયબર ફ્રોડમાં ભોગ બનેલા લાખો રૂૂપિયા ગુમાવે છે. જેમાંથી સાઈબર ક્રાઈમ પોલીસે આવા મ્યુલ એકાઉન્ટમાં જમા થયેલી રકમ ફ્રીઝ કરી તે રકમ મૂળ માલિકને પરત આપવી હતી.
હાલના સમયમાં નાગરીકો લોભ, લાલચ કે ડરના કારણે અથવા તો ટેકનોલોજીની જાણકારીના અભાવે સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે અને સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા લોકોને મોબાઇલ ફોન પર ખોટા ક્રેડીટ ટ્રાન્ઝેક્શનના મેસેજ મોકલી સામેવાળા દ્વારા પૈસા ભુલથી ટ્રાન્સફર થઇ ગયેલ તેમ કહી વિશ્વાસમાં લઇ તેમજ ટેલીગ્રામ પર આવેલ મેસેજ દ્વારા અલગ-અલગ ટાસ્ક આપી શરૂૂઆતમાં અમુક રકમ રીફંડ આપી વિશ્વાસમાં લઇ તેમજ ફેસબુક/ઇન્સ્ટાગ્રામ પર શેર બજારની ટીપ્સ આપવાના નામે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમા ઉચુ વળતર બતાવી રોકાણ કરાવી લઇ તેમજ સોશીયલ મીડીયા ઉપર લોન કરાવી આપવાની જાહેરાતો મુકી તેમજ લોકોને વોટસએપ ઉપર વિડીયો કોલ ઉપર અધિકારી બની ડર બતાવી ડીજીટલ એરેસ્ટ કરી ફ્રોડના બનાવો બને છે. આવા ફ્રોડના બનાવો રોકવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે સેમીનારો તથા અવેરનેશ પ્રોગ્રામોનુ આયોજન કરવામાં આવે છે અને આવા ફ્રોડનો ભોગ ન બનીએ તે માટે તકેદારીના ભાગરૂૂપે માર્ગદર્શીકાનું પાલન કરવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અપીલ કરવામાં આવે છે.
