મીરા ઉદ્યોગનગરમાં ચાની કેબીનના થડામાંથી 13 હજારની રોકડની ચોરી

શહેરના મીરા ઉદ્યોગનગર વિસ્તારમાં મોમાઈ ટી સ્ટોલ નામે ચાની કેબીન ધરાવતાં નવઘણભાઈ વિરમભાઈ ગમારા (ઉ.વ.35, રહે. શિવધારા સોસાયટી, ખોખડદળ નદીના પુલ પાસે) ની કેબીનમાંથી તસ્કરો…

શહેરના મીરા ઉદ્યોગનગર વિસ્તારમાં મોમાઈ ટી સ્ટોલ નામે ચાની કેબીન ધરાવતાં નવઘણભાઈ વિરમભાઈ ગમારા (ઉ.વ.35, રહે. શિવધારા સોસાયટી, ખોખડદળ નદીના પુલ પાસે) ની કેબીનમાંથી તસ્કરો રૂૂા. 13 હજારની ચોરી ગયાની થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનામાં નવઘણભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા 14/01 ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામા હું મીરા ઉદ્યોગમા અજય કાંટાની બાજુમા આવેલ મોમાઇ ટી સ્ટોલ નામની મારી કેબીન બંધ કરીને તે દિવસ દરમ્યાન મારા ધંધાના રૂૂપીયા ગણતા 15,550 થયેલ હતા જે રૂૂપીયામાંથી મે ટેબલના ખાનામા 13,000 રૂૂપિયા મુકીને બાકીના રૂૂપીયા 2550 કેબીનનો સામાન લેવા માટે મે મારી પાસે રાખેલ અને કેબીન બંધ કરી તાળુ મારી મારા ઘરે જતો રહેલ હતો.

બાદમા હું ગઈ તા.15/01ના રોજ સવારના છએક વાગ્યાના અરસામા હું મારી ઉપર જણાવેલ કેબીન ખોલવા માટે આવેલ ત્યારે મેં જોયેલ તો મારા કે બીનનું દરવાજાનુ તાળુ તુટેલુ હતુ અને કેબીનો દરવાજો ખુલ્લો હતો અને કેબીનમા બધો માલ-સામાન અસ્ત વ્યસ્ત હતો અને ટેબલના ખાના ખુલેલા હતા જેથી મે ગઈ રાત્રે મુકેલા 13,000/-રૂૂપીયા મળેલ નહી જેથી મને મારા કેબીનમાં ચોરી થયેલની શંકા જતા થોરાડા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *