ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

જામનગરના ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ જાડેજા હત્યા કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ 6 આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.ટોલનાકાના વિવાદમાં થયેલી હત્યામાં…

જામનગરના ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ જાડેજા હત્યા કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ 6 આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.ટોલનાકાના વિવાદમાં થયેલી હત્યામાં નજરે જોનાર બે સાક્ષીના સમર્થન છતાં પુરાવાના અભાવે આરોપી તરફે થયેલી દલીલને ધ્યાને લઇ કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

ધ્રોલ શહેરના ગાયત્રીનગર મા રહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવીરસિંહ જાડેજા નામના યુવાન ગત તા.06/03/2020ના રોજ જામનગર હાઈ-વે પર પેટ્રોલ પંપ સામે ધ્રોલ ખાતે ત્રિકોણ બાગ પાસે પજેરો કારમાં બેસવા જઈ રહેલા ત્યારે જીજે 03 જેઆર 8218 નંબરની સ્વીફટ કારમાં આવેલ અનિરૂૂધ્ધસિંહ સોઢા તથા મુસ્તાક પઠાણ અને બે અજાણ્યા શખ્સોએ દિવ્યરાજસિંહ ઉપર અંધાધૂંધી ફાયરીંગ કરી ગંભીર ઈજા કરી હત્યા કરી નાશી ગયા હતા પર ધડાધડ ફાયરીંગ કરી હત્યા નિપજાવાઈ હતી જે બનાવમાં પોલીસે તપાસ દરમિયાન જે તે સમયે અનિરૂૂદ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ, અજીત વિરપાલસિંગ ઠાકુર અને અખિલેશ ઉર્ફે બબલુ ઠાકુરને પકડી પાડ્યા હતા . આ બનાવમાં આરોપી અનિરુદ્ધસિંહ સોઢા અને ઓમદેવસિંહ જાડેજાએ શાર્પ શૂટરોને સોપારી આપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભાની હત્યા કરાવી હોવાના આરોપ સાથે ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ગુન્હામાં આરોપીઓ અનિરૂૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક રફીક પઠાણ, અજીતભાઈ વીરપાલસિંગ ઠાકુર અખીલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર, મુખ્ય સુત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા (રહે.બન્ને હાડાટોડા તા.ધ્રોલ)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ મરણ જનાર દિવ્યરાજસિંહ તથા આરોપી અનિરૂૂધ્ધસિંહ સોઢાને સોયલ ટોલનાકે વાહન પસાર કરવા બાબતે અગાઉ તકરાર થયેલ હોય. ટોલનાકાની માથાકુટમાં ખૂની ખેલ ખેલાયો હતો, શાર્પ શૂટરો દ્વારા આરોપીઓએ કાવત્રુ રચી ગુન્હાને અંજામ આપેલ હતો.

બાદ તપાસની દ્વારા કેસની જામનગર સેશન્સ કોર્ટમાં ચાર્જ સીટ રજૂ કરવામાં આવી હતી.બાદ ચાલવા પર આવતા જેમાં નજરે જોનાર સાક્ષીએ ફરિયાદને સમર્થન આપ્યું હતું અને કેસ આગળ ચાલતા આરોપીઓના વકીલ દ્વારા કરાયેલી ધારદાર દલીલો ફક્ષય હાઇકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઈ જામનગરની અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો. કેસ ચાલતા દરમિયાન એ કારોપી આજ સુધી ઝડપાયો નથી તેમ જ એક આરોપી પેરોલ જમ્પ કર્યા બાદ રજૂ થયો નથી. બચ્ચાઓ પક્ષે એડવોકેટ તરીકે વતી રાજકોટના સિનિયર એડવોકેટ પિયુષભાઇ શાહ અને ભગીરથસિંહ ડોડીયા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *