જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

જામનગર માં સમાધાન પેટે આપવામાં આવેલ રૂૂ. બે લાખની રકમ નો ચેક પરત ફરવા ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સજા નો અદાલતે…

જામનગર માં સમાધાન પેટે આપવામાં આવેલ રૂૂ. બે લાખની રકમ નો ચેક પરત ફરવા ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સજા નો અદાલતે આદેશ કર્યો છે. જામનગર ના નવાગામ-ઘેડ, માં રહેતા ભરતસિંહ હેમુભા ચુડાસમા એ ચાર્મી ગજાનન વ્યાસ ને સંબંધદાવે અને ધંધા ના વિકાસ માટે રૂૂ. દસ લાખ ઉછીના આપ્યા હતા.

અને તે અંગે નો સમજુતી કરાર નોટરાઈઝડ કરાવેલ, આરોપી એ ફરીયાદી ની ચુકવણી માટે બે લાખ નો ચેક તા.05/05/202પ ના રોજ નો ચેક આપેલ હતો,જે ચેક ફરીયાદી એ પોતા ની બેંક માં જમાં કરાવતા, ચેક પરત ફરેલ હતો, ત્યારબાદ ચેક મુજબ ની રકમ દિન-15 માં પરત ચુકવી આપે તે મુજબ ની ફરીયાદી એ પોતાના વકીલ મારફત નોટીસ મોકલાવેલ, જે નોટીસ બજી જવા છતાં આરોપી એ લીગલ નોટીસનો જવાબ આપેલ ન હોય અને ચેક મુજબ ની રકમની માંગણી કરવા છતાં ચુકવેલ નહી, જેથી ફરીયાદીએ જામનગરની અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરેલ હતો, અને તે કેસ જામનગરના ચોથા સીની.

સિવિલ જજ એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ની કોર્ટ માં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંનકન કરી ફરીયાદીના વકિલ અશ્વિન કે. બારડ ની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી ચાર્મી ગજાનન વ્યાસ ને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ, ની કલમ અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષ ની સાદી કેદ ની સજા ફરમાવવા નો હુકમ કરવામાં આવેલ છે, તેમજ ચેક ની રકમ મુજબ રૂૂપીયા 2,00,000 ફરીયાદીને વળતર પેટે હુકમ ની તારીખથી બે માસ માં ચુકવી આપવા નો હુકમ કરવામાં આવે છે, વધુમાં જો આરોપી વળતરની રકમ હુકમ મુજબ ફરીયાદીને ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ ચાર માસ ની સાદી કેદ ની સજા ફરમાવવા નો હુકમ કરવામાં આવેલ છે. આ કેસ માં ફરીયાદી ભરતસિંહ હેમુભા ચુડાસ માં તરફે ધારાશાસ્ત્રી અશ્વિન કે. બારડ (એડવોકેટ) તથા જયદીપસિંહ વી. જાડેજા (એડવોકેટ) રોકાયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *