બે મહિલાને ઇજા થતા સારવારમાં ખસેડાઇ: બંને પક્ષોની સામસામી ફરિયાદ
ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે નાઇન એવન્યુ સી-વીંગ બ્લોક નં. 708, સાતમા માળે રહેતાં હર્ષાબેન સુરેશભાઇ મોહનભાઇ ભટ્ટ (ઉ.વ.58)ની ફરિયાદ પરથી દર્શન, તુષારભાઇ, વંદનાબેન અને દર્શનના બહેન તેજલબેન વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે. હર્ષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, બુધવારે રાતે નવેક વાગ્યે અમારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અવાજ થતાં હું જોવા જતાં મારા દિકરા ભાર્ગવ અને આઠમા માળે રહેતાં દર્શન તથા તુષાર વચ્ચે બોલાચાલી થતી હતી. આ વખતે દર્શનના મમ્મી વંદનાબેન અને બહેન આવી જતાં મારા દિકરા સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. દર્શન અને તુષાર મારા દિકરાને મારકુટ કરવા માંડયા હતાં.
હું વચ્ચે પડતાં મને પણ પછાડી દેતાં કપાળે અને શરીરે મુંઢ ઇજા થઇ હતી. આ વખતે દર્શને મારા દિકરાને જોઇ લેવાની ધમકી દીધી હતી. લિફટ બાબતે મારા દિકરા સાથે દર્શનને બોલાચાલી થઇ હોઇ તેના કારણે આ માથાકુટ કરવામાં આવી હતી. બાદમાં મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેમ વધુમાં હર્ષાબેને કહ્યું હતું.
સામા પક્ષે આ બનાવમાં નાઇન એવન્યુ એપાર્ટમેન્ટ સી-વીંગ બ્લોક નં. 805માં આઠમા માળે રહેતાં તેજલબેન મેહુલભાઇ ઓઝા (ઉ.વ.33) નામના મહિલાની ફરિયાદ પરથી નાઇન એવન્યુ સી-વીંગમાં જ રહેતાં ભાર્ગવ, અમિત અને ભાર્ગવના પિતા વિરૂૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. તેજલબેને જણાવ્યું છે કે, બુધવારે રાતે નવેક વાગ્યે હું મારા ઘર પર હતી ત્યારે ઘરની નીચે પાર્કિંગમાં મારા નાના ભાઇ દર્શન અને ભાર્ગવના પિતા તથા દર્શન વ્યાસ મોટી લિફટ ચાલુ કરવા બાબતે વાતચીત કરતાં હતાં. આ દરમિયાન મારા ભાઇ દર્શને મને ફોન કરી કહ્યું હતું કે તમે અને મમ્મી નીચે પાર્કિંગમાં આવો. જેથી હું અને મારા મમ્મી વંદનાબેન નીચે ગયા હતાં.
આ વખતે મારા ભાઇ સાથે ભાર્ગવ, તેના પિતા અને અમિત જેમ ફાવે તેમ બોલાચાલી કરતાં હતાં અને અચાનક જ આ લોકો મારા ભાઇને ઢીકાપાટુ મારવા માંડયા હતાં. હું અને મારા મ્મી વચ્ચે પડતાં ધક્કામુક્કી કરી મને પછાડી દીધી હતી. જેના કારણે હાથમાં ઇજા થઇ હતી. આ પછી ભાર્ગવે મારા નાના ભાઇ દર્શનને-તને તો હું જોઇ લઇશ, તને જાનથી મારી નાંખીશ કહી ધમકી દીધી હતી. મને હાથમાં દુ:ખાવો થતો હોઇ મેં 108 બોલાવી હતી. અને સારવાર માટે દાખલ થઇ હતી.
લિફટ બાબતે કમિટી મેમ્બર્સને જાણ કરતાં ભાર્ગવ, ીમત, ભાર્ગવના પિતાએ મારા ભાઇ સાથે ગાળાગાળી મારામારી કરી હું વચ્ચે પડતાં મને પણ પછાડી દઇ માથે જતાં મારા ભાઇને ધમકી અપાઇ હતી. તેમ વધુમાં તેજલબેને કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ મુકેશભાઇ પી. ચરમટાએ બંને ગુના નોંધ્યા છે.
