ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકીનું અપહરણ થતા ભારે ચકચાર

ધ્રોલમાં પરપ્રાંતીય ખેત મજૂરની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ધ્રોલમાં રહી ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન…

ધ્રોલમાં પરપ્રાંતીય ખેત મજૂરની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ ધ્રોલમાં રહી ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા માંગુભાઈ સુંદરિયા પચાયાની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ થતાં ધ્રોલ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં માંગુભાઈએ જણાવ્યું હતું કે, તેઓ ધ્રોલ-ગરેડિયા રોડ પર આવેલ સંજયભાઈ પરમારની વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરીનું કામ કરે છે. તેમને સંતાનમાં બે દીકરાઓ અને એક દીકરી છે, જેમાં સૌથી મોટી દીકરી તારીકા ઉર્ફે નાની (ઉંમર 5 વર્ષ) છે. ગત રોજ બપોરના આશરે પોણા બે વાગ્યાના આસપાસ પરિવાર સાથે જમ્યા બાદ તારીકા તથા બંને દીકરાઓ બહાર રોડ પાસે આવેલ વડલા પાસે રમવા ગયા હતા. થોડીવાર બાદ ફરિયાદી જમ્યા પછી ઓરડીમાંથી બહાર આવ્યા ત્યારે બાજુમાં રહેતા તેમના સાઢુ કાલુભાઈ વસુનિયાના દીકરા અક્ષયે બુમ પાડી જાણ કરી કે, તારીકા ઉર્ફે નાનીને કાજુ લઈ જાય છે.

ફરિયાદી તાત્કાલિક રોડ પર દોડી ગયા ત્યારે તેમના સસરાના ગામ પંગુડા (જી.અલીરાજપુર, મ.પ્ર.)ના રહેવાસી કાજુ હટુ બુંદેડીયા એક મોટરસાયકલની પાછળની સીટ પર બેઠેલા હતા અને બાળકી તારીકાને વચ્ચે બેસાડેલી હતી, જ્યારે અન્ય એક ઈસમ મોટરસાયકલ ચલાવી રહ્યો હતો. ફરિયાદીએ બંનેને મોટરસાયકલ ઉભી રાખવા બૂમો પાડી હતી, પરંતુ તેઓ રોકાયા વગર મોટરસાયકલ લઈને ધ્રોલ તરફ ફરાર થઈ ગયા હતા. ફરિયાદ મુજબ, બંને ઈસમોએ કાયદેસર વાલીપણામાંથી બાળકીનું અપહરણ કરી લઈ ગયેલ હોવાનું જણાવાયું છે. ધ્રોલ પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધ કરી તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *