પડધરી નજીક ચોરી કરીને ભાગતા તસ્કરનું કારની ઠોકરે મોત

કાર ચાલકે મુસાફરોને ઉતારી ઘવાયેલા ચોરને હોસ્પિટલે ખસેડયો સારવારમાં દમ તોડી દીધો રાજકોટ શહેરમાં પડધરીમાં આવેલા રંગપરના પાટીયા પાસે ચોરી કરીને ભાગી રહેલા ચોરની કારની…

કાર ચાલકે મુસાફરોને ઉતારી ઘવાયેલા ચોરને હોસ્પિટલે ખસેડયો સારવારમાં દમ તોડી દીધો

રાજકોટ શહેરમાં પડધરીમાં આવેલા રંગપરના પાટીયા પાસે ચોરી કરીને ભાગી રહેલા ચોરની કારની ઠોકરે ઘવાતા મોત નીપજ્યુ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પડધરી પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ પડધરી ગામમાં આવેલા રંગપરના પાટીયા નજીક ચોરી કરીને ભાગી રહેલા અમનકુમાર (ઉ.વ.32)નામનો યુવાનનું કારની ઠોકરે આવતા કારના ચાલકે મુસાફરોને ઉતારી તુરંત યુવકને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જયા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ ઘટના અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે પડધરી પોલીસને જાણ કરી હતી અને યુવકના એક મિત્રએ મૃતકને ઓળખી બતાવી હતો અને મૃતક યુવાન એક કંપનીમાં નોકરી કરતો હતો અને તે રંગપરના પાટીયા પાસે આવેલી રાધેકાઠિયાવાડી હોટલ નજીકથી ચોરી કર્યા બાદ ઉમક લોકોએ તેમનો પીછો કરતા તે ભાગતા અકસ્માત સર્જાયો હતો અને રાજકોટથી દ્વારકા તરફ જતી અર્ટીકા કારમાં અથડાયો હતો. આ મામલે મૃતકના સંબંધીનું પોલીસે નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.

જયારે અન્ય ઘટનામાં પડધરીના નાનાસગાણીયા ગામે મુળ રાજસ્થાનના અને હાલ જેન્તીભાઇની વાડીમાં ખેત મજૂરી કરતા કૈલાશ ભુરાભાઇ ભીલ (ઉ.વ.40) ગત તા.24ના રોજ પોતે જેન્તીભાઇની વાડીએ હતા ત્યારે કુવામાં પડી જતા તેમનુ મોત નીપજ્યુ હતું. તેઓ છેલ્લા પાંચ દિવસથી તેઓ કુવામાં કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ અકસ્માતે પડી ગયાનું જાણવા મળ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *