આર્યનગરમાં સેન્ટ્રિંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢ ત્રીજા માળેથી પટકાયા : ગંભીર

શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા આર્યનગરમાં મકાનના સેન્ટ્રીંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢને વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતાં. પેટના ભાગે…

શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા આર્યનગરમાં મકાનના સેન્ટ્રીંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢને વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતાં. પેટના ભાગે તથા છાતીના ભાગે ગંભીર રીતે દાજી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ પેડક રોડ પર આર્યનગર શેરી નં. 12 માં રહેતા જગદીશભાઈ જીવણભાઈ ગોરવાડિયા (ઉ.વ.52) નામના પ્રજાપતિ પ્રૌઢ આજે બપોરે પોતાના ઘરે ત્રીજા માળે છતનું સેન્ટ્રીંગ કામ ચાલુ હતુ ત્યારે ત્રીજા માળે હતા ત્યારે ત્યાંથી પસાર થતાં વીજતારને અકસ્માતે અડી જતાં વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતાં જેમાં તેઓને પેટના ભાગે તથા છાતીના ભાગે ગંભીર રીતે દાજી જતાં તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જગદીશભાઈ એક ભાઈ ત્રણ બહેનમાં વચેટ અને પાનની કેબીન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *