હિટ એન્ડ રન : ટંકારાના છતર ગામે રાહદારીને ટ્રકચાલકે ઉલાળતા મોત

ટંકારા તાલુકાના છતર ગામે કંપનીમાં કામ કરતો બંગાળી યુવાન રાત્રીના સમયે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ…

ટંકારા તાલુકાના છતર ગામે કંપનીમાં કામ કરતો બંગાળી યુવાન રાત્રીના સમયે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું સારવારમાં મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ટંકારાના છતર ગામે આવેલ કંપનીમાં કામ કરતાં બરૂન સિતારામ શેખ નામનો 19 વર્ષનો યુવાન ગત રવિવારે રાત્રીનાં સાડા નવેક વાગ્યાના અરસામાં ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન મુળ વેસ્ટ બંગાળનો વતની હતો અને બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. યુવક ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ઉલાળતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *