ઉપલેટાના માર્કેટ યાર્ડના બે દલાલ અને એકાઉન્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો: વેપારીને જીએસટીની નોટિસ મળતા ભાંડો ફૂટ્યો
પોરબંદરના કુતિયાણામાં રહેતા અને માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીના નામે ઉપલેટાના બે સગા ભાઈ એવા માર્કેટ યાર્ડના દલાલ તેમજ પેઢીના મેતાજીએ વેપારીના નામની બોગસ પેઢી ખોલી તેમાં ખોરી સહી કરી 3 કરોડના વ્યવહારો કરી કૌભાંડ આચાર્યુ હોય જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ કુતીયાણા જુના જકા તનાકા તાલુકાશાળા પાસે તલાવળી વિસ્તારમાં રહેતા કુતીયાણા મા જય વચ્છરાજ ટ્રેડીંગ નામે પોરબંદર રોડ દેવડા નાકા પાસે બી.ઓ.બી. બેન્કની સામે પેઢી આવેલ હોય ત્યા બેસી ખેતીપાક મગફળી તથા ઘઉ વિગેરેની ફટક દલાલી કરતા મેરૂૂભાઈ માલદેભાઈ ભૂતિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટાના મુરખડા ગામના જયદીપ વેલજીભાઈ ગોહેલ તેના ભાઈ નિકુંજ વેલજીભાઈ ગોહેલ અને પેઢીના મેતાજી નીખીલ વેકરીયાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મેરૂૂભાઈને જી.એસ.ટી. વિભાગ તરફથી નોટીશ આવતા આ પેઢી બંધ કરી દિધેલ હોય તપાસ કરતા જાણવા મળ્યું કે, સને-2019 ની સાલમા પુષ્કર ઇન્ડસ્ટ્રીઝ મુરખડા વાળા જયદીપ વેલજીભાઇ ગોહેલ પરીચયમા આવેલ અને ત્યારબાદ ખેડુતો પાસેથી માલ ખરીદી કરી આ જયદીપ વેલજીભાઇ ગોહેલને માલ સપ્લાય કરતો હતો અને આમ અમારી વચ્ચે વ્યપારીક સબંધ થયેલ હતા આ દરમ્યાન આ જયદીપ વેલજીભાઇ ગોહેલએ મને જણાવેલ કે, તમે પેઢી ખોલી ધંધો ચાલુ કરો તો તમને વધારે ફાયદો થશે આમ કહેતા મે તેઓને કહેલ કે મને તેમા કાઇ ખબર ન પડે મારે હિસાબ કિતાબ કઇ રીતે રાખવા અને જી.એસ.ટી. કઇ રીતે ભરવી આ અંગે મને કાઇ આવડત નથી તો આ જયદીપ વેલજીભાઇ ગોહેલએ મને કહેલ કે હુ તમને પેઢી બનાવી આપુ અને તમામ સરકારી પ્રોસીજર કરી આપુ અને તમામ રીતે તમારી પેઢી હુ એજન્ટ તરીકે ચલાવી આપીશ આમ કહેતા મને તેના પર વિશ્વાસ આવતા મે પેઢી ખોલવાની હા પાડતા આ જયદીપ વેલજીભાઇ ગોહેલએ મારા ડોકયુમેન્ટ પરથી મને જય વચ્છરાજ પેઢી બનાવી આપેલ અને તે પે ઢીના જી.એસ.ટી. લાયસન્સ પણ લઇ આપેલ અને મને જણાવેલ કે, જી.એસ.ટી. ને લગત કાઈ પણ કામ હોય તો ડાયરેકટ મેતાજી કરી નાખશે તમારે કાઈ ઉપાદી નહી રહે આમ જણાવી જી.એસ.ટી. એકાઉ ન્ટમા તેના મેતાજી નીખીલ પેઢીનુ ઉપલેટા એચ.ડી.એફ. સી. બેન્કમા કરંટ એકાઉન્ટ ખોલાવેલ હતુ અને આ જય દીપ વેલજીભાઇ ગોહેલએ મને કહેલ કે, આપણે બેન્ક દ્રારા કાઇ પણ વ્યવહાર કરવાનો હોય તો હુ અહી ઉપલેટા જ હો ય જેથી તાત્કાલીક હું વ્યવહાર કરી શકુ જેથી આ એકાઉન્ટમાં જી-મેઇલ એડ્રેસ અને તેના મોબાઈલ નંબર એકા ઉન્ટ ના ફોર્મમા જયદીપ ગોહેલએ ભરાવેલ હતા.જય વચ્છરાજ પેઢીનો વહિવટ આ જયદીપ ગોહેલ કરતો હતો અને આ દરમ્યાન મને જી.એસ .ટી. કચેરી પોરબંદર તરફથી મારી આ જય વચ્છરાજ પેઢી દ્રારા વાઘેલા એન્ટરપ્રાઇઝ તથા હીર એન્ટરપ્રાઇઝ તથા પ્રિયા એન્ટરપ્રાઇઝ સાથે ખોટી સપ્લાય તથા ખરીદી દર્શાવેલ હોય જે અંગે મને પેનલ્ટી અને અન્ય રકમની રૂૂ.16 લાખ ટેક્ષ ભરવાની નોટીશ મળેલ હોય જેથી આ અંગે જયદીપ વેલજીભાઇ ગોહેલને વાત કરતા આ જયદીપે મને જણાવેલ કે આ બીલીંગ મે બનાવેલ છે.
અને તેના પૈસા હું ભરી દઈશ તમે મારા મેતાજી સાથે જી.એસ.ટી. કચેરી ખાતે જઈ ટેક્ષ ભરવા માટે 10 દિવસનો સમય લઈ આવો તે ટેક્ષ હુ ભરી દઇશ આમ જણાવેલ જેથી હુ આ જયદીપ ગોહેલના મેતાજી નિખીલ વેકરીયા સાથે પોરબંદર જી.એસ.ટી. કચેરી ખાતે જઇ ટેક્ષ ભરવા માટે દિન-10 નો સમય લઇ આવેલ હતા.અને આ પછી દશેક દિવસ પછી મે આ જયદીપ ગોહેલને ટેક્ષ ભરવાનુ કહેતા જયદીપ ગોહેલે મને કહેલ કે, મારા પૈસા તમારી પાસેથી નિકળે છે.
જેથી તમે ટેક્ષ ભરી દો મારે કાઇ લેવા દેવા નથી આમ જણાવેલ જેથી તપાસ કરતા જયદીપ ગોહેલના કારખાને પુષ્કર ઇન્ડસ્ટ્રી ઝ ખાતે ગયેલ હતા અને અમોએ ત્યા હિસાબ કરતા આ જયદીપ ગોહેલએ અમારા વિસ્તારના માણસો પાસેથી માલની ખરીદી કરેલ હોય તે અંગેના પૈસા ચુકવવા માટે મારા બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટમા કટકે કટકે 3 કરોડાના વ્યવહારો કર્યા હતા. આ મામલે ઉપલેટા પોલીસમાં મેરૂૂભાઈ માલદેભાઈ ભૂતિયાએ ફરિયાદ નોંધાવી હતી.
