પૂર્વ કચ્છમાં પ્રોહિબિશનની બદીને નેસ્તનાબૂદ કરવાની ઝુંબેશ વચ્ચે ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે ગળપાદર જેલ રોડ પર ફિલ્મી ઢબે પીછો કરી એલ.સી.બી.ની ટીમે વિદેશી દારૂૂ ભરેલું પીકઅપ ડાલું ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ રૂૂ.3.20લાખના વિદેશી શરાબના જથ્થા સાથે એકને પકડી લીધો હતો જ્યારે બીજો આરોપી હાજર મળ્યો ન હતો.
એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સરહદી રેન્જ આઈજી. ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમારની સૂચના હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કલરના પીકઅપ ડાલામાં વિદેશી દારૂૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે. પોલીસની ટીમે રાજવી ફાટક પાસે વોચ ગોઠવી હતી, પરંતુ ડાલાના ચાલકે પોલીસને જોઈ વાહન ગળપાદર જેલ તરફ ભગાવ્યું હતું. એલ.સી.બી. સ્ટાફે તેનો પીછો કરી માનવ સેવા ટ્રસ્ટ પાસે વાહન આંતરી પાડ્યું હતું.
તલાશી લેતાં વાહનમાંથી રૂૂ.31,20,000 ના મુલ્યના વિદેશી દારૂૂની 2400 બોટલો મળી આવતાં મુળ કાંકરેજના હાલે અંતરજાળ ગોપાલનગર સ્મશાન પાસે રહેતા બકાભાઇ ઉર્ફે બકુલ શક્તાભાઇ ભરવાડની અટક કરી વાહન, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂૂ.36,25,700 નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા બકાભાઇ , હાજર ન મળેલા રાપરના પલાંસવાના રણમલ ભલા ભરવાડ અને તપાસમાં જે નિકળે તેના વિરૂૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી.
એલસીબીએ રાજવી ફાટક પર ગોઠવેલી વોચ દરમિયાન બાતમી મુજબની જીપ આવતા રોકવા ઇશારો કર્યો પણ ગળપાદર જેલના રસ્તે હાંકી દેતાં પીછો કરાયો હતો અને એક આરોપીને દારૂૂના જથ્થા સાથે પકડી લેવાયો હતો. પકડાયેલા બકાની પુછપરછમાં આ દારૂૂ પલાંસવાના રણમલ ભલા ભરવાડનો હોવાનું અને તેની ગાડી આગળ તે કારમાં પાયલોટિંગ કરી રહ્યો હોવાનું જણાવી પોલીસને જોઇ તે ફરાર થયો હોવાનું જણાવ્યું હતું.
