રાજકોટમાં હાર્દિક પંડયાનું રન રમખાણ 19 બોલમાં ફીફ્ટી, નવ છગ્ગા, બે ચોગ્ગા

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી અને ટી-20 વર્લ્ડ કપથી ઠીક પહેલા જોરદાર ફોર્મ બતાવ્યું છે. વિજય હઝારે ટ્રોફી એલીટ ગ્રૂપ બીની…

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી અને ટી-20 વર્લ્ડ કપથી ઠીક પહેલા જોરદાર ફોર્મ બતાવ્યું છે. વિજય હઝારે ટ્રોફી એલીટ ગ્રૂપ બીની મેચમાં ચંડીગઢ વિરુદ્ધ પંડ્યાએ માત્ર 31 બોલમાં 75 રન ફટકાર્યા હતા. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં બરોડા તરફથી રમતા હાર્દિક પંડ્યાનો આ રૌદ્ર સ્વરૂૂપ જોવા મળ્યો હતો.

મોટા ભાઈ કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ રમતા, હાર્દિક છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેણે ફક્ત 19 બોલમાં પોતાની અડધી સદી ફટકારી, 75 રનની ઇનિંગમાં નવ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા. 241.02 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા, હાર્દિકે પ્રિયાંશુ મોલિયા સાથે પાંચમી વિકેટ માટે માત્ર 51 બોલમાં 90 રન ઉમેર્યા.
બરોડાએ 49.1 ઓવરમાં 391 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. હાર્દિક પંડ્યા ઉપરાંત, પ્રિયાંશ મોલિયાએ 106 બોલમાં 113 રન બનાવ્યા. વિષ્ણુ સોલંકીએ 54 રન બનાવ્યા. વિકેટકીપર જીતેશ શર્માએ 33 બોલમાં 73 રન બનાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *