ખંભાળિયા: વાયરલ બીમારીએ આશાસ્પદ તરુણનો ભોગ લીધો

ખંભાળિયા ક્ષત્રિય સમાજના આગેવાન અને જિલ્લા પંચાયત અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પી.એસ. જાડેજાના જામનગર ખાતે રહેતા દોહીત્ર એવા આદિત્યરાજસિંહ વિક્રમસિંહ પરમાર નામના 15 વર્ષના તરુણને…

ખંભાળિયા ક્ષત્રિય સમાજના આગેવાન અને જિલ્લા પંચાયત અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પી.એસ. જાડેજાના જામનગર ખાતે રહેતા દોહીત્ર એવા આદિત્યરાજસિંહ વિક્રમસિંહ પરમાર નામના 15 વર્ષના તરુણને થોડા દિવસો પૂર્વે વાયરલ બીમારી થવા પામી હતી.

જેના કારણે તેને જામનગરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ભાગ્યે જ જોવા મળતી આ પ્રકારની બીમારીના કારણે આદિત્યરાજસિંહની તબિયત લથડવા લાગી હતી. આ વચ્ચે ગઈકાલે રવિવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવથી ક્ષત્રિય સમાજ સાથે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. આદિત્યરાજસિંહ પરમારના દુ:ખદ અવસાન નિમિત્તે પી.એસ. જાડેજા ગુરુવાર તા. 8 જાન્યુઆરીના રોજ સવારે 10 થી 12 વાગ્યા સુધી ખંભાળિયામાં રાજપુત સેવા સમાજ ખાતે બેસનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *