મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગર માં રહેતા યુવાને કોઈ કારણોસર આપધાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધીર છે.
મોરબીના નવલખી રોડ પર લાયન્સનગરમાં રહેતા હિતેશ મનસુખભાઈ ધમ્મર (ઉ.29) એ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો સોસીયલ મીડિયામાં આપધાતનો વિડીયો વાઈરલ થયો છે જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકના ભરતદાન ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે તેની પાસેથી માહિતી મળી હતી કે વિડીયોમાં જે મહિલા દેખાય છે તે મૂળ કાલાવડના હોય અને અગાઉ મુંબઈ તેમના લગ્ન થયા હતા અને સંતાનમાં એક દીકરો છે પરિણીતા રીસામણે આવ્યા બાદ હિતેશ સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચયમાં આવ્યા બાદ પ્રેમ સંબધ બંધાયો હતો અને મૈત્રી કરાર કરી રહેતા હોય અને પરિણીતા જુના ઘરનો દીકરો હોય જે તેના માતા પિતા સાથે રહેતો હતો જેથી દીકરાને મળવા માટે જવાનું કહેતા હિતેશ તેમના ઘર મૂકી આવ્યો હોય અને બાદમાં પ્રેમિકાને પરત આવા માટે કહેતા આના કાની થઇ હોય અને હિતેશને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હતો.મૃતક હિતેશ અમદાવાદ ખાતે ફર્નીચરનું કામ કરતો હોય અને 3 માસ પહેલા મૈત્રી કરાર કરી મોરબીના લાયન્સનગરમાં રહેતા હોવાની માહિતી મળી છે.
